GQ Fashion Nightsમાં છવાઇ દીપિકા, Hot અંદાજ પર સૌ ફિદા!
જીક્યૂ ફેશન નાઇટ્સના બીજા દિવસે અનેક બોલિવૂડ સેલિબ્રિટીએ હાજરી આપી હતી, પરંતુ જેણે સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચ્યુ એ હતી દીપિકા પાદુકોણ. આ અંગે વધુ વાંચો અહીં.
જીક્યૂ ફેશન નાઇટ્સના બીજા દિવસે અનેક બોલિવૂડ સેલિબ્રિટીએ હાજરી આપી હતી, પરંતુ જેણે સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચ્યુ એ હતી દીપિકા પાદુકોણ. દીપિકા સબ્યસાચીના બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી અને તે અત્યંત સુંદર લાગી રહી હતી. દીપિકા ઉપરાંત અન્ય પણ કેટલીક હસ્તીઓએ રેમ્પ વોક કર્યું હતું, પરંતુ આ ઇવેન્ટ બાદ દીપિકાના લૂક્સની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે.
દીપિકા પાદુકોણ
દીપિકાનો આ ફ્યૂઝન સારી લૂક લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. બ્લેક સારી, કોપર વર્ક સાથે તેણે એક બ્લેક વેસ્ટ બેલ્ટ પણ પહેર્યો હતો, જેને કારણે તેના આ ફ્યૂઝન લૂકને એક અલગ ફંકી ટચ મળ્યો હતો. દીપિકાએ આ ડિફરન્ટ લૂક ખૂબ કોન્ફિડન્સ સાથે કેરી કર્યો હતો.
સ્ટાયલ સ્ટેટમેન્ટ
દીપિકાના લૂક્સ ફેશન ક્રિટિક્સ માટે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. ઘણીવાર તેની ફેશન સેન્સને કારણે તેની ટીકા પણ કરવામાં આવી છે. આમ છતાં દીપિકા પોતાના આઉટફિટ્સ સાથે એક્સપરિમેન્ટ કરવાનું ચૂકતી નથી.
'પદ્માવતી'ને કારણે ચર્ચામાં
દીપિકા પાદુકોણ હાલ તેની આગામી ફિલ્મ 'પદ્માવતી'ને કારણે ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર, પહેલું સોંગ, ફિલ્મમાં દીપિકાનો લૂક વગેરેને ઓડિયન્સનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઇવેન્ટમાં પણ પોતાના સ્ટાયલિશ અલગ લૂક દ્વારા તે ભીડમાંથી અલગ તરી આવતી હતી.
શાહિદ કપૂર
'પદ્માવતી'માં રાજા રતન રાવલના રોલમાં જોવા મળનાર શાહિદ કપૂક પણ આ ઇવેન્ટમાં હાજર હતા અને તેમણે રેમ્પ વોક કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી 'પદ્માવતી'ના ટ્રેલર અને પોસ્ટરમાં રોયલ, ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળતા શાહિદ કપૂર ફરી એકવાર સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા. અહીં શાહિદના સ્ટાયલિશ બ્લેઝર અને હાથ મોજાએ ઘણાનું ધ્યાન ખેંચ્યુ હતું.
અનિલ કપૂર
સોનમ કપૂર બોલિવૂડની ફેશન દિવા કહેવાય છે, તો અનિલ કપૂર પણ કંઇ ઓછા નથી. આ ઇવેન્ટમાં મરૂન કલરની શેરવાનીમાં અનિલે રેમ્પ વોક કર્યું હતું અને તેમના ઘણા ફેન્સને અનિલનો આ લૂક જોતા જ રહી ગયા હશે. ઉંમર સાથે વધુ ગ્રેસફુલ થતા જતા કલાકારોમાં આજે અનિલ કપૂરનું નામ આવે છે.