
ફરાહ ખાને રાજીવ ગાંધીને યાદ કર્યા, બોલ્યાં- મારા પપ્પાનો જીવ બચાવ્યો હતો...
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ દિવંગત પીએમ રાજીવ ગાંધીની 28મી પુણ્યતિથી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમની સમાધી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બૉલીવુડના લોકો પણ તેમની પુણ્યતિથિને લઈ લોકો ટ્વીટ કરી રહ્યા છે. મશહૂર જ્વેલર ડિઝાઈનર અને બૉલીવુડ એક્ટર સંજનય ખાનની દીકરી ફરાહ કાન અલીએ પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથે જોડાયેલ ક ઘટનાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે તેમના આ ટ્વીટને લોકો બહુ વાંચી પણ રહ્યા છે.
બૉલીવુડ એક્ટર સંજય ખાનની દીકરી ફરાહ ખાન અલીએ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ટ્વીટ કર્યું કે, 'આજે મારા ડાયનેમિક પૂર્વ પીએમ રાજીવ ગાંધીને યાદ કરી રહી છું. આપણી પાસેથી એક કીમતી જિંદગીને બહુ જલદી છીનવી લેવામાં આવી. મારા પિતા અતિ ઘાત અગ્નિકાંડમાંથી તેમના કારણે જ બચી શક્યા હતા, આ હું હંમેશા યાદ રાખીશ. સમયસર તેમની મદદથી જ મારા પિતાનો જીવ બચ્યો હતો. આભાર.' ફરાહ ખાન આ ટ્વીટમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને સંજય ખાનને ટેગ કર્યા હતા.
Remembering our Dynamic PM Rajiv Gandhi today. A precious life taken too soon. Will always remember his help during my fathers fatal fire accident and how his timely intervention helped my father Sanjay Khan frm not dying.🙏. Thank you . @priyankagandhi @RahulGandhi @sanjaykhan01
— Farah Khan (@FarahKhanAli) May 21, 2019
જણાવી દઈએ કે 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. આ આત્મઘાતી હુમલાને લિટ્ટેના આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. રાજીવ ગાંધી 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશના પીએમ બન્યા હતા.
આ પણ વાંચો- Fact Chacker: એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળવાના અહવાલ બાદ બ્રિટનમાં જશ્ન, જાણો હકીકત