પાકિસ્તાની અભિનેત્રીએ વર્ણવી આપવીતી, Video થયો વાયરલ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ ફિલ્મ 'હિંદી મીડિયમ'માં ઇરફાન ખાન સાથે કામ કરી ચૂકેલી પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરનો એક વર્તમાન ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના પાકિસ્તાની હોવા અંગેની હેરાનગતિ અને આપવીતી વર્ણવતી સાંભળાવા મળે છે. સબા કમર પાકિસ્તાનમાં જાણીતું નામ છે અને ભારતમાં પણ તેનું સારુ એવું ફેન ફોલોઇંગ છે. તેનો એક ઇન્ટરવ્યુ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

કોઇ સતામણીથી ઓછું નથી

કોઇ સતામણીથી ઓછું નથી

આ ઇન્ટરવ્યુમાં તે રડતા રડતા કહી રહી છે કે, પાકિસ્તાનમાં જેના અમે નારા લગાવીએ છીએ, પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન આ...પેલું... પરંતુ જ્યારે અમે બહાર જઇએ ત્યારે જે રીતે અમારી ચેકિંગ થાય છે એ હું તમને કહી નથી શકતી. સબાનું કહેવું છે કે, એ કોઇ સતામણીથી ઓછું નથી. હું તમને જણાવી નથી શકતી કે ત્યારે કેવું લાગે જ્યારે એક-એક વસ્તુ કઢાવીને તમારી તપાસ કરવામાં આવે.

પાસપોર્ટના કારણે રોકવામાં આવી

પાસપોર્ટના કારણે રોકવામાં આવી

ઇન્ટરવ્યુમાં સબા કમરે એક વિદેશી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને યાદ છે હું શૂટિંગ માટે ટિબ્લિસી ગઇ હતી અને મારી સાથેના ક્રૂ ભારતીય હતા, તે બધા નીકળી ગયા. પરંતુ મારા પાસપોર્ટને કારણે હું રહી ગઇ. મારું પૂરું ઇન્વેસ્ટિગેશન થયું, મારો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને પછી મને જવા દેવામાં આવી. ત્યારે મને અનુભૂતિ થઇ કે, આ છે અમારી અને અમારા દેશની છાપ અને પોઝિશન, અમે અહીં સ્ટેન્ડ કરીએ છીએ.

ટ્વીટર પર શેર થયો વીડિયો

ટ્વીટર પર શેર થયો વીડિયો

સબા કમરના આ વીડિયોને ઇન્ટરનેટ પર અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચૂક્યા છે અને તે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સબા આલમ નામના એક ટ્વીટર યૂઝરે શેર કર્યો હતો. આ વીડિયો પોસ્ટ કરતાં તે યૂઝરે લખ્યું હતું કે, માત્ર સબા જ નહીં, તમામ પાકિસ્તાનીઓએ આ શરમજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, જ્યારે તેમને આતંકી દેશ સમજવામાં આવે છે. જ્યારે અમારા બાળકોને માખીની જેમ ઉડાવી દેવામાં આવે છે અને અમને એના માટે ન્યાય પણ નથી મળતો. જ્યારે હાફિઝ સઇદ જેવા આતંકી છૂટા ફરે છે અને અમે લાચાર થઇને જોઇ રહીએ છીએ.

ભારતમાં પણ લોકપ્રિય

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ સબાની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. ભારતમાં શરૂ થયેલ ટીવી ચેનલ ઝિંદગી થકી તેના ખૂબ વખાણ થયા છે. વળી, તેની ફિલ્મ ‘હિંદી મીડિયમ'ના પણ ઘણા વખાણ થયા છે. આ ફિલ્મમાં તેનું કામ ખરેખર વખાણવા યોગ્ય હતું. સબા કમર પાકિસ્તાનમાં ટીવીની રાણી તરીકે ઓળખાય છે. તે અનેક મેગેઝિન કવર માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ‘મેં ઓરત હૂં' નામની ટીવી સીરિયલથી કરી હતી અને આ માટે તેને પીટીવીનો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

English summary
Pakistani Actress Saba Qamar Says She Feels Humiliated For Having A Pakistani Passport.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.