બિજલી બિજલી ફેમ પલક તિવારીનો હૉટ અવતાર જોઈ ફોટાગ્રાફર પણ થયા બોલ્ડ, કેમેરા પાછળની કમેન્ટ વાયરલ
મુંબઈઃ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં પોતાના મ્યુઝિક આલબમના કારણે ખૂબ ચર્ચામાં છે. પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પલક પોતાનો વીડિયો અને ફોટો શેર કરીને ફેન્સની પ્રશંસા મેળવતી રહે છે. વળી, હવે બિજલી-બીજલી ફેમ પલક જિમ વર્કઆઉટ બાદ ખૂબ જ બોલ્ડ લુકમાં સ્પૉટ કરવામાં આવી, પલકનો હૉટ અવતાર જોઈને ફોટોગ્રાફર પણ બોલ્ડ થઈ ગયા અને એવી કમેન્ટ કરી દીધી જેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

પલક તિવારી પોતાના જિમની બહાર સ્પૉટ થઈ
વાસ્તવમાં, પલક તિવારી પોતાના જિમની બહાર સ્પૉટ થઈ તેનો બોલ્ડ અવતાર જોઈને ત્યાં હાજર ફોટોગ્રાફર તેના ફોટા દરેક એંગલથી પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા. એટલુ જ નહિ ફોટોગ્રાફર તેના બોલ્ડ લુકની જોરદાર પ્રશંસા પણ કરી રહ્યા હતા.

સ્પોર્ટસ બ્રા-સ્કિન કલર ટાઈટ્સમાં વરસાવ્યો કહેર
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્પોર્ટસ બ્રા સાથે સ્કિન કલરના સ્કિન ટાઈટ લોઅરમાં પલક જોવા મળી. તેનુ લોઅર ખૂબ જ ટાઈટ હતુ જેને કવર કરવા માટે પલકે કમર પર બ્લેક કલરની જેકેટ કમરમાં ટાઈ કરીને રાખ્યુ હતુ.

પલક તિવારીને હૉટ અવતાર જોઈને ફોટોગ્રાફર પણ થયા બોલ્ડ
વીડિયોમાં પલક તેના દરેક એંગલથી ફોટો પાડી રહેલા ફોટોગ્રાફર સાથે વાત કરતી જોવા મળી રહી છે. પલકને જ્યારે કેમેરા પર્સન પોઝ આપવા માટે રિક્વેસ્ટલ કરે છે ત્યારે પલક કહે છે કે હું અત્યારે કેટલી ગંદી લાગી રહી છુ. આના જવાબમાં ફોટોગ્રાફર કહે છે કે ના મેમ, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. ત્યારે એક ફોટોગ્રાફર એમ પણ કહે છે કે તમે બિગ બૉસમાં આગ લગાવી દીધી હતી.

પલક આ ફિલ્મમાં જોવા મળશે
પલક તિવારી અત્યાર સુધી ઘણા મ્યુઝિક આલ્બમમાં જોવા મળી ચૂકી છે. પલકનુ બિજલી સૉંગ હાલમાં જ રિલીઝ થયુ છે. પલકે પહેલા જ કહ્યુ હતુ કે તે નાના પડદે પોતાની માની જેમ એક્ટિંગ નહિ કરે જેથી લોકો તેને તેની મા સાથે કમ્પેર ન કરે. પલક તિવારીની 14 જાન્યુઆરીએ ફિલ્મ રોઝીઃ ધ કેસર ચેપ્ટરમાં જોવા મળવાની છે. તે ગુરુગ્રામની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં પલક રોજીની ભૂમિકામાં જોવા મળશે.