For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મોદ્યોગે પંચમ દાની કદર કરી નથી : બિગ બી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 જૂન : બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને સંગીતકાર રાહુલ દેવ બર્મન એટલે કે પંચમ દાની 74મી જન્મ જયંતીએ ગુરુવારે તેમને યાદ કરતાં જણાવ્યું કે પંચમ દાના જીવનના છેલ્લા વર્ષો દુઃખમાં વીત્યાં.

amitabh-rdburman

બિગ બીએ ગુરુવારે રાત્રે પોતાના બ્લૉગ ઉપર લખ્યું - પંચમ દાને લાગતુ હતું કે સિનેમા જગતે તેમની પ્રતિભાની કદર ન કરી અને તેમને પુરતી તકો ન આપી. પંચમ દા પોતાના સમયના એકલા સંગીતકાર હતાં કે જે તે દોરમાં ઉપલબ્ધ તમામ પ્રકારના વાદ્ય યંત્રો વગાડવા જાણતા હતાં. 1961માં મહેમૂદની ફિલ્મ છોટે નવાબથી સંગીતકાર તરીકે કૅરિયર શરૂઆત કરતાં જ તેમણે હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ક્રાંતિ લાવી હતી.

આર ડી બર્મન દ્વારા નિર્મિત લોકપ્રિય ગીતોમાં તીસરી મંજિલના ગીત આજા આજા મૈં હૂં પ્યાર તેરા...થી લઈ કુદરતના ગીત હમેં તુમસે પ્યાર કિતના... પડોસનના ગીત એક ચતુર નાર... અને આંધીના તેરે બિના જિંદગી સે...નો સમાવેશ થાય છે. બર્મને છેલ્લી વાર 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મમાં સંગીત આપ્યું કે જે તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી.

અમિતાભ બચ્ચન બર્મનને યાદ કરતાં લખે છે - પોતાના બેજોડ સંગીત અને સુંદર યાદો પાછળ છોડી એક દિવસ અચાનક તેઓ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમનું સંગીત કાયમ આપણી યાદોમાં વસેલું રહેશે.

English summary
Megastar Amitabh Bachchan remembers the legendary Rahul Dev Burman, affectionately called Pancham-Da, on the occasion of his 74th birth anniversary Thursday and says "his last years were filled with sadness".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X