For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલિપ હ્યૂજના મોત પર બૉલીવુડની પણ શ્રદ્ધાંજલિ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 નવેમ્બર : કોણે વિચાર્યુ હતું કે માત્ર 25 વર્ષની વયે જ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ફિલિપ હ્યૂજનું નિધન થઈ જશે. ફિલિપ હ્યૂજ સિનડી ખાતે સાઉથ વેલ્સ વિરુદ્ધ રમાતી મૅચ દરમિયાન બૉલર દ્વારા ફેંકાયેલી બૉલ વાગવાથી ઈજાગ્રસ્ત બની ગયા હતાં. ફિલિપ તે જ વખતે મેદાનમાં પડી ગયા હતાં અને તેમને જલ્દીથી હૉસ્પિટલે લઈ જવાયા હતાં.

ફિલિપની હાલત ખૂબ જ નાજુક હતી અને હૉસ્પિટલમાં આખરે તેમનું નિધન થઈ ગયું. ફિલિના મોતથી આખી દુનિયાના ક્રિકેટરો અને ફૅન્સ ખૂબ જ દુઃખી છે, તો બૉલીવુડ સેલિબ્રિટીઓએ પણ ફિલિપના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

શત્રુઘ્ન સિન્હાએ લખ્યું - હું ફિલિપ હ્યૂજના નિધનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખી છૂં. ઈશ્વર કરે કે આ અકસ્માત દુનિયા ભરના ક્રિકેટરો તથા સામાન્ય લોકોને થોડોક સચેત કરે.

pahlaj-poonam-shatrughan

વરુણ ધવને લખ્યું - હમણા જ દુબઈ પહોંચ્યો અને ફિલિપના નિધનના સમાચાર સાંભળ્યા. બહુ દુઃખ છે.

નીલ નિતિન મુકેશે લખ્યું - બહેતરીન ક્રિકેટ ફિલિપ હ્યૂજના નિધન અંગે ખૂબ દુઃખ છે.

અનુષ્કા શર્માએ ટ્વીટ કર્યું - આ ખૂબ જ દુઃખ ભર્યા સમાચાર છે. ઈશ્વર ફિલિપના આત્માને શાંતિ અર્પે.

રાહુલ બોસે ટ્વીટ કર્યું - રમણ લાંબા બાદ એવા બીજા સમાચાર સાંભળવા મળ્યા છે. ફિલિપનું નિધન ક્રિકેટ જગત માટે દુઃખની વાત છે.

નેહા ધુપિયાએ લખ્યું - ફિલિપ બહુ વહેલા 22 યાર્ડ્સ છોડી ચાલ્યા ગયાં. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે.

ભારતીય ઑસ્ટ્રેલિયન અભિનેત્રી પલ્લવી શારદાએ લખ્યું - ફિલિપ, આપની સાથે પસાર કરેલ કેટલીક ક્ષણો તથા તે હાસ્ય મને જીવન ભર યાદ રહેશે. આપ હંમેશા યાદ આવશો. આપના પરિવાર માટે હું બહુ બધી પ્રાર્થના કરૂ છું.

arjunkapoor
English summary
Australian cricketer Phillip Hughes death left his fans in tears. Bollywood celebrities also saddened by the news of Phillip Hughes death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X