
Phone Bhoot: 'કિન્ના સોના' ગીતનુ ટીઝર રિલીઝ, દેખાયો કેટરીના કૈફનો ગ્લેમરસ અવતાર, જુઓ Video
કેટરીના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર 'ફોન ભૂત'નુ ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ. ટ્રેલરને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. તેમનુ માનવુ છે કે આ વર્ષે રિલીઝ થનારી શ્રેષ્ઠ હોરર કૉમેડી ફિલ્મોમાંથી તે એક છે. મેકર્સે ફિલ્મ 'કિન્ના સોના' ગીતનુ ટીઝર રિલીઝ કર્યુ છે. 'કિન્ના સોના' ગીતનુ ટીઝર દર્શકોમાં ઉત્સાહ વધારશે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ દરમિયાન આ ગીત ખાસ કરીને મીડિયા અને કેટલાક પ્રશંસકોને સરપ્રાઈઝ તરીકે બતાવવામાં આવ્યુ હતુ.
તનિષ્ક બાગચી દ્વારા રચિત અને લખાયેલુ આ ગીત એક મહેલની પૃષ્ઠભૂમિમાં શૂટ કરવામાં આવ્યુ છે. જેમાં કેટરીના તેના સહ કલાકારો ઈશાન અને સિદ્ધાંત સાથે ગ્લેમરસ અવતારમાં છે. કેટરીના કૈફને એક શાનદાર ડાંસર માનવામાં આવે છે. ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ તેની સાથે શાનદાર મૂવ્સ કરતા જોવા મળી શકે છે. કેટરીના કૈફનો સેંસશનલ લુક ચોક્કસપણે તેના ફેન્સને ગમશે.
ફિલ્મનુ ટ્રેલર તેના લૉન્ચિંગના દિવસે યુટ્યુબ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યુ હતુ અને માત્ર 24 કલાકમાં તેને લગભગ 30 મિલિયન વ્યૂ વટાવી ગયા હતા. ગુરમીત સિંહ દ્વારા દિગ્દર્શિત અને રવિ શંકરન અને જસવિંદર સિંહ બાથ દ્વારા લખાયેલ 'ફોન ભૂત' એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે. તેનુ નેતૃત્વ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર કરી રહ્યા છે. આ ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની છે.