For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રજની-કમલ’ ખિલવનાર હતાં બાલચંદર : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 23 ડિસેમ્બર : તામિળ સિનેમામાં ફિલ્મ નિર્માણની નવી લહેર ઉપજાવનાર લોકપ્રિય અને જાણીતા તામિળ ફિલ્મ નિર્માતા કે બાલચંદરનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 84 વર્ષના હતાં. કમલ હસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા કલાકારોની પ્રતિભા નિખારવામાં બાલચંદરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

કે બાલચંદર છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતાં અને હૉસ્પિટલમાં દાખલ હતાં. બાલચંદરના મૅનેજરે જણાવ્યું કે તેમને ગત સમવારે કાવેરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર વિજેતા કે બાલચંદરે અરંગેતરમ, અવલ ઓરૂ થોડારકધાઈ, અપૂર્વ રાગનગલ (રજનીકાંત અને કમલ હસન અભિનીત), અવારગલ, એક દૂજે કે લિયે તથા આઈના જેવી ફિલ્મો બનાવી હતી.

મળતી માહિતી મુજબ કે બાલચંદરનું નિધન હૃદય રોગનો હુમલો થતા થયું. કેબીના નામે જાણીતા કૈલાસમ બાલચંદરે તામિળ ફિલ્મોમાં મહત્વના વિષયો ઉઠાવ્યા તથા ફિલ્મોમાં મહિલાઓ તથા દલિતોના હિતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

બાલચંદરે સરિતા, સુજાતા, મોહન, પ્રકાશ રાજ, કૉમેડિયન વિવેક તેમજ ચરિત્ર અભિનેતા નઝર જેવા નવા ચહેરાઓ સાથે પ્રયોગો કર્યાં. તેઓ પોતાના અભિનેતાઓ પાસે શ્રેષ્ઠ કામગીરી લેતા હતાં. તેમનું નિધન થતા તામિળ જ નહીં, પણ આખી સાઉથ ઇંડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઈ.

જુઓ કે બાલચંદરને શ્રદ્ધાંજલિ અર્પવા કોણ-કોણ પહોંચ્યું :

રજનીકાંતની શ્રદ્ધાંજલિ

રજનીકાંતની શ્રદ્ધાંજલિ

રજનીકાંતે કે બાલચંદરના પાર્થિવ દેહ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. રજનીએ જણાવ્યું કે કે બાલચંદર માત્ર તેમના ગુરુ જ નહીં, પણ પિતા સમાન પણ હતાં.

પત્નીને સાંત્વન

પત્નીને સાંત્વન

આ પ્રસંગે રજનીકાંતે બાલચંદરના પત્નીને સાંત્વન પણ આપ્યુ હતું.

કરુણાનિધિ

કરુણાનિધિ

તામિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિએ પણ બાલચંદરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

એસપી મુથુરામન

એસપી મુથુરામન

જાણીતા દિગ્દર્શક એસપી મુથુરામન બાલચંદરના પત્નીને સાંત્વન આપતા જણાય છે.

રાધિકા

રાધિકા

રાધિકા સરથકુમાર બાલચંદરની પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પતાં.

વાયકો

વાયકો

તામિળનાડુના જાણીતા રાજકારણી વાયકોએ પણ બાલચંદરને શ્રદ્ધા-સુમન અર્પ્યા હતાં.

વૈરામુથુ-રજનીકાંત

વૈરામુથુ-રજનીકાંત

બાલચંદરના ઘરે વૈરામુથુ અને રજનીકાંત.

વસંત

વસંત

બાલચંદરની હાથ નીચે કામ કરનાર સહાયક દિગ્દર્શક વસંતે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સરથકુમાર

સરથકુમાર

બાલચંદરના નિવાસ સ્થાને પહોંચ્યાં સાઉથ ઇન્ડિયન એક્ટર સરથકુમાર.

સીરિયલ કનેક્શન

સીરિયલ કનેક્શન

બાલચંદરની ઘણી ટેલીવિઝન સીરિયલોમાં કામ કરનાર કલાકારોએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ટીવી પર્સનાલિટી

ટીવી પર્સનાલિટી

જાણીતી ટેલીવિઝન પર્સનાલિટી બાલચંદરના અંતિમ દર્શને પહોંચ્યા હતાં.

વાયજી મહેંદ્રન

વાયજી મહેંદ્રન

જાણીતા કૉમેડિયન વાયજી મહેંદ્રન બાલચંદરના અંતિમ દર્શને. બાલચંદરની કેટલીક ફિલ્મોમાં મહેંદ્રને કામ કર્યુ હતું.

મીડિયા સાતે વાતચીત

મીડિયા સાતે વાતચીત

દિગ્દર્શક વસંતે મીડિયા સાથે વાતચીત કરી હતી.

મહાન ફિલ્મમેકર

મહાન ફિલ્મમેકર

કે બાલચંદર તામિળ સિનેમાના મહાન ફિલ્મ નિર્માતા હતાં.

આરઆઈપી

આરઆઈપી

વનઇંડિયા પરિવાર પણ પ્રાર્થના કરે છે કે બાલચંદરના આત્માને ઈશ્વર શાંતિ અર્પે.

English summary
K balachander has passed away. See Kollywoods top celebrities paying respect for one last time to the legend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X