For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ તસવીરો : ખતરનાક સ્ટંટ્સથી ભરપૂર છે ધૂમ 3

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 જૂન : આ પહેલો મોકો છે કે જ્યારે આમિર ખાન અને કૅટરીના કૈફ એક સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ છે ધૂમ 3 કે જેની તસવીરો તાજેતરમાં જ લીક કરવામાં આવી છે. તેની વાર્તા પણ છેલ્લી ફિલ્મોની જેમ જ છે કે જેમાં એક ચોરને પકડવા પોલીસ પ્રયત્ન કરે છે. આ વખતે ચોરની ભૂમિકામાં આમિર ખાન છે.

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આ બૉલીવુડ અભિનેતા અંગે માનવામાં આવે છે કે તેઓ જો કંઈ કરે, તેમાં પોતાનું સો ટકા આપે છે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં કૅટરીના કૈફે પણ ખૂબ મહેનત કરી છે. કહે છે કે કૅટરીનાએ ફિલ્મમાં પોતાના રોલ મુજબ ફિટ દેખાવા માટે સખત ફિટનેસ ટ્રેનિંગ લીધી છે. સાથે જ એક મુશ્કેલ ડાયેટ ચાર્ટ પણ ફૉલો કર્યો છે. સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કામ કરી ચુકેલાં કૅટરીના કૈફ પ્રથમ વાર આમિર ખાન સાથે આવી રહ્યાં છે.

ધૂમ 3 ફિલ્મના અન્ય કલાકારોમાં અભિષેક બચ્ચન પણ છે કે જેમણે ફિલ્મમાં પોતાની ભૂમિકા મુજબ નવ કિલો વજન ઓછુ કર્યું છે. ઉપરાંત ઉદય ચોપરા પણ કંટીન્યુ છે. ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની શક્યતાં છે.

આવો જોઇએ ધૂમ 3 ફિલ્મના ખતરનાક સ્ટંટ્સ તસવીરોમાં :

મુશ્કેલ સ્ટંટ્સ

મુશ્કેલ સ્ટંટ્સ

કૅટ અને આમિર મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મમાં બંનેએ મુશ્કેલ સ્ટંટ્સ કર્યાં છે.

એક્શન દૃશ્ય

એક્શન દૃશ્ય

ફિલ્મમાં એક એક્શન દૃશ્ય શૂટ કરતાં કૅટ.

સ્વિટ્ઝરલૅન્ડમાં શૂટિંગ

સ્વિટ્ઝરલૅન્ડમાં શૂટિંગ

ફિલ્મનું શૂટિંગ ટિનસિઓના વર્જાસ્કા ડૅમ, સ્વિટ્ઝરલૅન્ડ ખાતે થઈ રહ્યું છે.

હાઈ ટ્રેનિંગ

હાઈ ટ્રેનિંગ

કૅટે પોતાના રોલ મુજબ હાઈ ટ્રેનિંગ લીધી છે અને સ્પેશિયલ ડાયેટ ચાર્ટ ફૉલો કર્યો છે.

આમિર ચોર

આમિર ચોર

આમિરે ચોરની ભૂમિકા ભજવી છે કે જે ચોરી કરવા માટે પોતાના એક્રોબેટિક સ્કિલ્સનો પ્રયોગ કરે છે.

સખત મહેનત

સખત મહેનત

ચોરની ભૂમિકા ભજવવા માટે આમિરે સખત મહેનત કરી છે.

આર્ટિસ્ટ સાથે

આર્ટિસ્ટ સાથે

મેક-અપ આર્ટિસ્ટ મીરા પરમાર સાથે આમિર-કૅટ.

તસવીરો લીક

તસવીરો લીક

ફિલ્મની તસવીરો લીક થઈ છે. આ એક સરપ્રાઇઝ છે, કારણ કે આમિર પોતાના કામ અંગે ગુપ્તતા વર્તે છે.

આમિર નેગેટિવ રોલમાં

આમિર નેગેટિવ રોલમાં

આમિર ખાન ફિલ્મમાં નેગેટિવ રોલ કરી રહ્યાં છે. અગાઉ ફનામાં પણ તેઓ નેગેટિવ રોલમાં હતાં.

શૂટિંગ લગભગ સમાપ્ત

શૂટિંગ લગભગ સમાપ્ત

ફિલ્મનું શૂટિંગ લગભગ સમાપ્ત થઈ ગયું છે. ડિસેમ્બરમાં તે રિલીઝ થઈ શકે છે.

અભિષેક-ઉદય કંટીન્યુ

અભિષેક-ઉદય કંટીન્યુ

ધૂમ સિરીઝમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા કંટીન્યુ છે. ચોરની ભૂમિકા કરનારાઓ બદલાતા રહ્યાં છે.

અભિષેક-ઉદય કંટીન્યુ

અભિષેક-ઉદય કંટીન્યુ

ધૂમમાં જ્હૉન અબ્રાહમ, ધૂમ 2માં હૃતિક રોશન અને ધૂમ 3માં આમિર ખાન ચોરની ભૂમિકા કરી રહ્યાં છે, પરંતુ તેમનો પીછો કરનાર પોલીસ અધિકારીઓ તરીકે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા ત્રીજી સિક્વલમાં પણ કંટીન્યુ છે.

English summary
Aamir Khan and Katrina Kaif are working together for the first time in action thriller Dhoom 3. See here some pics of Dhoom 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X