Pics: અક્ષય કુમારની સૂર્યવંશીનો હેલીકોપ્ટર સ્ટંટ લીક, રોહિત શેટ્ટી પણ દેખાયા
અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીથી એક શાનદાર હેલીકોપ્ટરની તસવીર લીક થઈ ગઈ છે. આ સ્ટંટની તસવીરો જોઈ ફેન્સ ફિલ્મની રિલીઝ માટે વધુ ઉત્સાહિત થઈ ચૂક્યા છે. હાલ તસવીર સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે. ફિલ્મમાં પહેલીવાર રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર એક સાથે જોવા મળી રહ્યા છે. 27 માર્ચે ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટી, સૂર્યવંશીની સાથે પોતાના કૉપ યૂનિવ્સમાં વધુ એક કેરેક્ટર ઈન્ટ્રોડ્યૂસ કરવા જઈ રહ્યા છે. તેમણે પોલીસ ઑફિસર વીર પ્રતાપ સૂર્યવંશીની પહેલી ઝલક પોતાની પાછલી ફિલ્મ સિંબામાં જ આપી દીધી હતી.

સ્ટંટ લીક થયો
હવે આ હેલીકોપ્ટર સ્ટંટની ઝલક જોયા બાદ ફેન્સ અક્ષય કુમારને પોલીસ ઑફિસરના રોલમાં જોવા માટે ઉત્સાહિત છે. આમ અન્ય કેટલીય ફિલ્મોમાં પણ અક્ષય કુમાર અલગ અલગ પ્રોફેશનમાં જોવા મળી ચૂક્યા છે. કયા પ્રોફેશનમાં અક્ષય કુમાર વધુ સારા લાગ્યા, તમે પણ એક નજર કરો.

જૉલી એલએલબી 2
જોલી એલએલબી 2માં અક્ષય કુમાર વકીલ બન્યા છે અને તેમને આ રૂપમાં જોવાનું સૌકોઈ પસંદ કરે છે.

મોહરા
મોહરામાં અક્ષય કુમાર પોલીસ ઈન્સપેક્ટર બન્યા હતા અને તેમના ફિલ્મમાં ખુબ વખાણ પણ થયાં હતાં.

એતરાજ
એતરાજમાં અક્ષય કુમાર મેનેજર બન્યા હતા અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર હતી.

ધડકન
ધડકનમાં અક્ષય કુમાર બિઝનેસમેન બન્યા હતા અને તેઓ એક ઈમાનદાર, શાંત અને સારા પતિની ભૂમિકામાં શાનદાર લાગ્યા હતા. લોકોએ ફિલ્મને બહુ પસંદ કરી હતી.

ખાકી
ખાકીમાં પણ અક્ષય કુમાર સીનિયર ઈન્સપેક્ટરના રોલમાં છવાઈ ગયા હતા.

ભૂલ ભૂલૈયા
ભૂલ ભૂલૈયામાં અક્ષય કુમાર સાઈકોલોજિસ્ટ બન્યા હતા અને ફિલ્મમાં વિદ્યા બાલન અને અક્ષય કુમાર બંનેના આજસુધી વખાણ થયાં હતાં.

ગરમ મસાલા
ગરમ મસાલામાં અક્ષય કુમાર ફોટોગ્રાફર બન્યા હતા અને બિલકુલ ફ્લર્ટ કરનાર છોકરાના રૂપમાં લોકોએ ખુબ વખાણ્યા હતા.

બેબી
અક્ષય કુમારના કરિયરની સૌથી શાનદાર પિલ્મમાંથી એક જેમાં તેઓ સિક્યોરિટી એજન્ટ બન્યા હતા.
લવની લવસ્ટોરી બાદ આ ફિલ્મમાં દેખાશે શ્રદ્ધા ડાંગર, શરૂ થશે શૂટિંગ