Pics: અનન્યા પાંડે, સુહાના ખાન, શનાયા અને નવ્યાના ફોટા, બાળપણથી અત્યાર સુધી આટલી બદલાઈ
બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિય ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. તે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો તેની ગર્લ્સ ગેંગના છે જેમાં તે પોતાની બાળપણની દોસ્તો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં અમિતાભ બચ્ચની દોહિત્રી નવ્યા નવેલી, શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર જોવા મળી રહી છે. ચારે બાળપણની દોસ્ત છે.
આ ફોટા સાથે અનન્યા પાંડેએ બીજો એક ફોટો પણ શેર કર્યો છે. આ બીજો ફોટો ચારેના બાળપણનો ફોટો છે જેમાં ચારેએ સ્વિમવેર પહેર્યુ છે. આ બાળપણવાળો ફોટો નવ્યા નવેલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કર્યો છે. અનન્યા પાંડેએ પોતાના ફોટાને સરસ કેપ્શન સાથે શેર કર્યુ છે. અનન્યા પાંડેએ આ બંને ફોટા શેર કરીને કેપ્શન લખ્યુ છે, 'કંઈ પણ નથી બદલાયુ, માત્ર એના સિવાય કે હવે હું સુહાનાનુ માથુ નથી ખાતી...ઓકે, ક્યારેક-ક્યારેક આવુ કરી લઉ છુ.'
વળી, નવ્યા નવેલીએ આ ફોટો શેર કરીને પોતાની દોસ્તી વિશે લખ્યુ છે કે આ કેવી રીતે શરૂ થઈ હતી vs હવે એ કેવી છે. અનન્યા, નવ્યા, સુહાના અને શનાયા ચારે ઘણી સારી દોસ્ત છે અને ઘણી વાર સાથે પાર્ટી કરે છે.

બૉલિવુડમાં એન્ટ્રી
વર્કફ્રંટની વાત કરીએ તો આ ચારે સ્ટાર કિડ્ઝમાંથી અનન્યા પાંડે બૉલિવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. વળી, નવ્યા, સુહાના અને શનાયાની બૉલિવુડમાં એન્ટ્રી બાકી છે.

અનન્યા પાંડેની બૉલિવુડ એન્ટ્રી
અનન્યા પાંડેની બૉલિવુડમાં પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 છે. સ્ટુડન્ટ ઑફ ધ યર 2 ફિલ્મ બાદ અનન્યા પાંડે કાર્તિક આર્યન સાથે પતિ પત્ની ઓર વો ફિલ્મમાં જોવા મળી ચૂકી છે.

અપકમિંગ ફિલ્મ
અનન્યાની લેટેસ્ટ ફિલ્મ ખાલી-પીલી હતી જેમાં તે ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. અનન્યા પાંડેની અકમિંગ ફિલ્મ લાઈગર છે જેનુ શૂટિંગ જલ્દી શરૂ થવાનુ છે.

સુહાના ક્યારે કરશે ડેબ્યુ
શાહરુખ ખાનની દીકરી હાલમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. તે પોતાનો અભ્યાસ પૂરો થયા બાદ જ બૉલિવુડમાં પગ માંડી શકે છે.

શનાયા કપૂર
સંજય કપૂરની દીકરી શનાયા કપૂર પણ હાલમાં બૉલિવુડથી દૂર છે. પરંતુ જણાવવામાં આવી રહ્યુ છે કે તે જલ્દી બૉલિવુડમાં પગ મૂકી શકે છે.
કૉલ ગર્લ સાથે યૌન સંબંધના ચરમ પર પહોંચતા જ વ્યક્તિનુ થઈ ગયુ મોત