લૉકડાઉન ખુલતા જ ઘરમાંથી બહાર નીકળ્યા બૉલિવુડ સેલેબ્ઝ, જુઓ Pics
સરકારે અનલૉકના પહેલા તબક્કા હેઠળ 8 જૂનથી ધાર્મિક સ્થળો, સલુન અને રેસ્ટોરાં ખોલવાની અનુમતિ આપી દીધી છે. લૉકડાઉન ખુલ્યા બાદ રસ્તા પર ભીડ દેખાવી શરૂ થઈ ગઈ છે. સામાન્ય જનતા જ નહિ પરંતુ બૉલિવુડ સેલિબ્રિટી પણ રસ્તા પર જોવા મળી. કરીના કપૂર, સૈફ અલી ખાન તૈમૂરને લઈને મરીન બીચ પર ફરવા નીકળ્યા. વળી, તમામ બૉલિવુડ સ્ટાર્સ મુંબઈના રસ્તા પર વૉક કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થઈ રહ્યા છે. રકુલ પ્રીત સિંહ, રિયા ચક્રવર્તી, તારા સુતારિયા સહિત ઘણા સ્ટાર્સ ઘરની બહાર જોવા મળ્યા. રકુલ વૉક કરતી દેખાઈ તો અરબાઝ ખાનની ગર્લફ્રેડ જૉર્જિયા એંન્ડ્રીયાની પોતાના ડૉગીને બહાર ફરવા લઈને નીકળી. વળી, તારા સુતારિયા પણ માસ્ક લગાવને ઘરની બહાર સ્પૉટ થઈ. જુઓ બૉલિવુડ સ્ટાર્સના આ ફોટા.

અરબાઝની ગર્લફ્રેન્ડ
ડૉગીને ફરવા લઈને નીકળી અરબાઝની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રાનીને પણ સ્પૉટ કરવામાં આવી. તે પોતાના ડૉગી સાથે જોવા મળી.

વૉક કરવા નીકળી રકુલ પ્રીત
દોસ્તો સાથે રકુલ પ્રીત સિંહ વૉક કરવા ઘરની બહાર નીકળી. રકુલે વીડિયો પણ બનાવ્યો અને બહારનો નઝારો ફેન્સને બતાવ્યો.

અલી ફઝલ પણ થયા સ્પૉટ
મિર્ઝાપુર ફેમ અલી ફઝલ પણ ઘરની બહાર કંઈક આવા વેશમાં સ્પૉટ થયા. લૉકડાઉન ખુલતા જ તે પણ બહાર દેખાયા.

પપ્પા સાથે તૈમૂર નીકળ્યો મરીન ડ્રાઈવ
કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમૂર ખાનને મરીન ડ્રાઈવ પર સ્પૉટ કરવામાં આવ્યા. લૉકડાઉન ખુલતા જ દીકરા તૈમૂરને બહાર ફરાવવા માટે સૈફ અને કરીના નીકળ્યા પરંતુ અમુક ફોટા માટે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા. લોકોએ માસ્ક પહેરવાની સલાહ આપી દીધી.

ઘરની બહાર કરીના પણ દેખાઈ
બાંદ્રામાં કરીના કપૂરને કંઈક આ રીતે સ્પૉટ કરવામાં આવી. કરીના પણ તૈમૂર અને સૈફ સાથે લૉકડાઉન ખુલતા જ બહાર નીકળી.

તારા પણ દેખાઈ
સ્ટુડન્ટ ઑફ ધ યર ફેમ તારા સુતારિયા પણ ઘરની બહાર માસ્ક લગાવેલી સ્પૉટ થઈ. તેના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

આ અભિનેત્રીઓ પણ નીકળી
વૉક કરવા રકુલ પ્રીત સિંહ અને તારા ઉપરાંત રિયા ચક્રવર્તી, નુસરત ભરુચા જેવી અભિનેત્રીઓ પણ વૉક કરવા માટે ઘરની બહાર જોવા મળી.
Birthday: ડિમ્પલ કાપડિયાની છોકરીઓ સની દેઓલને કહે છે 'છોટે પાપા', આવી હતી લવ લાઈફ