કેટરીના કૈફે પોતાના ઘરમાં જ કર્યુ બર્થડે સેલિબ્રેશન, જુઓ Pics
બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફે ગુરુવારે ઘરમાં ક્વૉરંટાઈન થઈને જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ પ્રસંગે બૉલિવુડના બધા સ્ટાર્સે તેને સોશિયલ મીડિયા પર ખાસ શુભેચ્છાઓ પાઠવી છે. જ્યાં સલમાન ખાન, કરીના કપૂરે કેટ સાથે પોતાના ફોટા શેર કર્યા છે. કેટરીના કૈફે કેક સાથે પોતાનો ફોટો શેર કરીને લખ્યુ - કેક અને ઘર, તમારી શુભકામનાઓ માટે આભાર... લૉકડાઉનના કારણે કેટરીનાનો આ જન્મદિવસ બાકીના વર્ષોથી થોડો અલગ રહ્યો. જ્યાં તેણે કોઈ ફિલ્મ સેટ કે પાર્ટીમાં નહિ પરંતુ ઘરમાં રહીને સેલિબ્રેટ કર્યો. કેટ લૉકડાઉનમાં પોતાની બહેન ઈસાબેલ સાથે રહે છે.

ઘરે જ આવનારી ફિલ્મોની તૈયારી
કેટરીના કૈફના જન્મદિવસ પર બૉલિવુડના સ્ટાર્સે તેને દિલ ખોલીને શુભકામનાઓ પાઠવી. હાલમાં કેટરીના ઘરે જ આવનારી ફિલ્મોની તૈયારી કરી રહી છે. અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ સૂર્યવંશી લૉકડાઉનના કારણે અટકી પડી છે. વળી,અલી અબ્બાસ ઝફર સાથે સુપરહીરો ફિલ્મની ચર્ચા છે.

ઘરમાં જ કાપી કેક
કેટરીના કૈફે એક ફોટો શેર કર્યો જેમાં તે કેસ કાપતી દેખાઈ રહી છે. આમાં કેટરીના સામે ત્રણ ખૂબ જ સુંદર કેક રાખેલી જોવા મળી રહી છે.

કરીના કપૂરે કર્યુ વિશ
કરીના કપૂર ખાને કેટરીના કૈફે એક ખૂબ જ સુંદર ફોટો શેર કરીને જન્મદિવસની શુભકામનાઓ આપી લખ્યુ, 'હેપ્પી બર્થડે કેટ, ખૂબ ખૂબ ખુશીઓ અને પ્રેમ હંમેશા તમારા માટે, તમે આમ જ ચમકતા રહો.'

સલમાન ખાન
વળી, સલમાન ખાને પોતાના ખાસ અંદાજમાં ઓછા શબ્દો સાથે કેટને જન્મદિવસની શુભકામનાઓ આપી. સલમાન ખાને આ ફોટો શેર કર્યો અને લખ્યુ - હેપ્પી બર્થડે કેટરીના.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ કેટ સાથે પોતાનો ફોટો શેર કરીને લખ્યુ - "હેપ્પી બર્થડે કેટરીના! આટલી પ્રેમાળ અને ખાસ દોસ્ત બનવા માટે દિલથી આભાર. Miss you tons! Sending you a big virtual bday hug!"

દીપિકા, આલિયાએ પણ કર્યુ વિશ
વળી, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટે પણ કેટરીનાને ઈન્સ્ટાગ્રામ પર જન્મદિવસની શુભકામનાઓ અને ખૂબ ખૂબ પ્રેમ મોકલ્યો.

લૉકડાઉનમાં કેટરીના
છેલ્લા સાડા ત્રણ મહિનાથી કેટરીના પોતાની બહેન ઈસાબેલ સાથે લૉકડાઉનને ફોલો કરી રહી છે. કેટ સોશિયલ મીડિયા પર પોતાના ક્વૉરંટાઈનના ફોટા પણ શેર કરતી રહે છે.
ડીઝલના ભાવમાં આજે ફરીથી કરાયો વધારો, જાણો આજના ભાવ