• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : જાણો બૉલીવુડ સુંદરીઓનાં બ્યુટી સીક્રેટ્સ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 સપ્ટેમ્બર : એમ તો આપ રોજેરોજ પોતાની આસપાસની સ્ત્રીઓ પાસેથી તેમના સૌંદર્યનાં રાજ અંગે સાંભળતાં જ હશો, પરંતુ ક્યારેક આપણી સુંદર બૉલીવુડ અભિનેત્રીઓના બ્યુટી સીક્રેટ્સ અંગે જાણવાની આપે કોશિશ કરી છે? હા જી, દરેક અભિનેત્રીનો પોતાનો એક ખાસ બ્યુટી સીક્રેટ હોય છે કે જે તે કાયમ ફૉલો કરે છે. આ હસ્તીઓ ખરાબ દેખાવું બિલ્કુલ સહન નથી કરી શકે, કારણ કે તેમની ડિમાંડ ત્યારે જ હોય છે કે જ્યારે તેઓ સુંદર દેખાય.

ભલે પછી સૌંદર્યની મિસાલ ગણાતાં ઐશ્વર્યા રાય હોય કે પછી આપણાં બૉલીવુડની બેબો કરીના કપૂર. દરેકે સારું દેખાવું છે. અનેક એવી અભિનેત્રીઓ હોય છે કે જે પોતાના સૌંદર્યનો રહસ્ય કોઈને બતાવતાં નથી, પરંતુ અમે આજે કેટલીક એવી અભિનેત્રીઓના સૌંદર્યનો રાઝ આપની સામે લઈ આવ્યાં છીએ કે જેઓએ અમને પોતાની ચમકદાર ત્વચા અંગે માહિતી આપી.

આજે અમે આપને કેટલીક અભિનેત્રીઓ અંગે જણાવીશું કે જેમનું સૌંદર્ય પરાકાષ્ઠાએ છે તથા તેઓ તેને જાળવી રાખવાં શું કરે છે :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

આમનાં સૌંદર્યનો રહસ્ય રાજ-ખીરા કાકડી, બેસન, દૂધ તેમજ દહીં છે. દિવસ ભરનો થાક આ ખીરા કાકડી મટાડે છે. ચેહરો સાફ કરવા બેસનનો પ્રયોગ તેમજ ત્વચાને કોમલતા આપવા દૂધ તેમજ દહીંનો પ્રયોગ કરે છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના ગ્લોઇંગ સ્કિન પામવા વીટ ગ્રાસ પાણીમાં મિશ્ર કરી પીવે છે અને સાથે યોગ તેમજ મેડિટેશન કરે છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા પોતાના ચહેરે આઇસ વડે મસાજ કરે છે. તેથી તેમની ત્વચાના બંધ પોર્સ ખુલી જાય છે અને તેમને મળે છે ચળકદાર ત્વચા. આ ઉપરાંત તેઓ સુતા પહેલા પોતાનું મેકઅપ સાફ કરવાનું નથી ભૂલતાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

આમની બ્યુટી રિઝાઇમમાં ક્લીનિંગ, ટોનિંગ તેમજ મૉઇશ્ચરાઇઝિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ ખૂબ લીલી શાકભાજીઓ તેમજ ફળો ખાવા પસંદ કરે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા પોતાની સ્કિને સાબુનો પ્રયોગ કરતાં નથી. પોતાનું મેકઅપ ઉતારવા તેઓ બેબી ઑયલ તેમજ નાળિયેર તેલનો પ્રયોગ કરે છે. રોજ સવારે નરણા કોઠે એલોવેરા જ્યુસ પીવે છે અને આખો દિવસ ગરમ પાણી પીવે છે કે જેથી વજન ના વધે.

કરીના કપૂર

કરીના કપૂર

પોતાની સ્કિનને ચમકદાર બનાવવા કરીના ખૂબ શાકભાજીઓ તેમજ ફળો આરોગે છે. વાળો માટે બદામ, કૅસ્ટર, નાળિયેર તેમજ ઑલિવ ઑયલ મેળવી લગાવે છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકાની ચમકદાર ત્વચાનો રહસ્ય બેબી ઑયલ તેમજ નાળિયેર તેલ દ્વારા કરાયેલ મસાજ છે કે જે તેઓ દર અઠવાડિયા કરાવે છે. આ ઉપરાંત તેઓ ખૂબ પાણી પીવે છે. તેમની ડાયેટમાં કાર્બોહાઇડ્રેટ તથા પ્રોટીનનું મિશ્રણ હોય છે કે જે તેઓ દિવસમાં ત્રણ વાર અવશ્ય લે છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા વાળોને સુંદર બનાવવા નાળિયેર તેલથી રોજ રાત્રે મસાજ તથા ચહેરા ઉપર ઘરમાં બનાવેલ ફેસપૅક જ લગાવે છે. ચહેરાની સફાઈ ઉપર ખૂબ ધ્યાન આપે છે. તેમા ક્લીનિેંગ, ટોનિંગ તથા મૉઇશ્ચરાઇઝિંગનો સમાવેશ થાય છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશાનું માનવું છે કે અઠવાડિયામાં ચાર વાર 1 કલાક માટે એક્સરસાઇઝ કરીને કોઈ પણ સ્ત્રી સુંદર બની શકે છે. આ ઉપરાંત દિવસમાં 10 ગ્લાસ પાણી પીવે છે બિપાશા અને કાયમ સનસ્ક્રીન સાથે રાખે છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

પૌષ્ટિક આહાર, સમયે ઉંઘવું, ખૂબ વધુ માત્રામાં પાણી પીવું નરગિસના સૌંદર્યના રહસ્યો છે. આ ઉપરાંત તેઓ જમતી વખતે પોતાની સાથે લીંબુ પાણી જરૂર રાખે છે અને સોડા એક્સ્ટ્રા શુર યુક્ત સોડા તેમજ જ્યુસથી કાયમ દૂર રહે છે. પોતાના ચહેરાને કાયમ મૉઇશ્ચરાઇઝ રાખે છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

દર બે કલાકે કઈંકને કઈંક ખાતા રહેવાનો, ખૂબ વધુ પાણી પીવાનો અને હાઈ પ્રોટીન લેવાનો નિયમ કંગના દર રોજ ફૉલે કર છે. તેમનું માનવું છે કે જો સ્ત્રી કાયમ ખુશ રહે અને સ્મિત ફરકાવે, તો જ તે સુંદર લાગી શકે.

English summary
When we talk about celebrities, there are many few actresses who reveal the secret behind their flawless beauty. Here is a sneak peak into some amazing beauty secrets of celebrities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X