• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ તસવીરો : ઇલુ ઇલુ ગર્લની ટૉપ 10 ફિલ્મો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 નવેમ્બર : બૉલીવુડના ખૂબસૂરત અભિનેત્રી અને ઇલુ ઇલુ ગર્લ મનીષા કોઈરાલાને ઓવેરિયન કૅંસર એટલે કે અંડાશનો કૅંસર છે. જોકે મનીષાના પારિવારિક સભ્યોએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપ નથી, પરંતુ મીડિયામાં આવતાં સમાચારોમાં ડૉક્ટરોના હવાલાથી જણાવાયું છે કે મનીષાને ઓવેરિયન કૅંસર છે.

થોડાંક વખત અગાઉ જ એવાં સમાચાર આવ્યાં હતાં કે મનીષા સેલફોન વડે પોતાના મિત્રોને પોતાની સલામતી માટે દુઆ માંગવાની વિનંતી કરી રહ્યાં છે. તેમણે વારાણસી ખાતે રહેતા પોતાના એક નજીકના મિત્રને મૅસેજ મોકલ્યો હતો કે પ્લીજ પ્રે એન્ડ આઈ વિલ બી ફાઇન (મારા માટે દુઆ કરો અને હું સાજી થઈ જઇશ). મનીષાએ પોતાના બાળપણના કેટલાંક વર્ષો વારાણસીમાં ગાળ્યાં છે.

દરમિયાન મનીષા અંગેના માઠાં સમાચાર પ્રસારિત થતાં જ તેમના ફૅન્સ તેમના માટે દુઆ કરવા લાગ્યાં છે. તેમના ફૅન્સ ફેસબુક અને ટ્વિટર જેવા માધ્યમો વડે મનીષા માટે દુઆ કરી રહ્યાં છે. મનીષાએ સિત્તેરથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

આવો તસવીરો વડે જોઇએ મનીષા કોઈરાલાની ટૉપ ટેન ફિલ્મો અને તેમના માટે તેમના ફૅન્સ દ્વારા કરાઈ રહેલી દુઆઓ.

સૌદાગર

સૌદાગર

મનીષાએ સુભાષ ઘાઈની ફિલ્મ સોદાગર (1991) સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો. સૌદાગર તે વરસની સૌથી મોટી હિટ ફિલ્મ હતી કારણ કે સુભાષ ઘાઈએ બૉલીવુડના બે પીઢ દિગ્ગજ અભિનેતાઓ રાજ કુમાર અને દિલીપ કુમારને એક સાથે લઈ આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મે મનીષાને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધી હતી.

1942 ઍ લવ સ્ટોરી

1942 ઍ લવ સ્ટોરી

1994માં આવેલી આ ફિલ્મ દ્વારા મનીષા કોઈરાલાએ એક સશક્ત અભિનેત્રી તરીકેની ઓળખ સ્થાપિત કરી.

બૉમ્બે

બૉમ્બે

મણિરત્નમની ફિલ્મ બૉમ્બે (1995) દ્વારા મનીષાએ પ્રથમ ફિલ્મફૅર ક્રિટિક્સ ઍવૉર્ડ હાસલ કર્યો.

અગ્નિસાક્ષી

અગ્નિસાક્ષી

1996માં આવેલી આ ફિલ્મમાં સશક્ત અભિનય માટે મનીષાએ ખૂબ વખાણ મેળવ્યાં. નાના પાટેકર સામે તેમણે સશક્ત અભિનેત્રીનો પરિચય આપ્યો.

ખામોશી

ખામોશી

સલમાન ખાન સાથે આવેલી ફિલ્મ ખામોશીએ મનીષાને બીજો ફિલ્મફૅર ઍવૉર્ડ અપાવ્યો અને સ્ટાર સ્ક્રીનનો બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ પોતાના નામે કર્યો.

ગુપ્ત

ગુપ્ત

1997માં આવેલી ગુપ્ત ફિલ્મમાં બૉબી દેઓલ અને કાજોલ સાથે મનીષાએ તહેલકો મચાવ્યો.

દિલ સે

દિલ સે

દિલ સે (1998) ફિલ્મમાં મનીષાએ માનવ બૉમ્બની ભૂમિકા ભજવી હતી.

કમ્પની

કમ્પની

વર્ષ 2002માં મનીષાએ કમ્પની ફિલ્મમાં કામ કર્યું કે જે હિટ રહી.

એક છોટી સી લવ સ્ટોરી

એક છોટી સી લવ સ્ટોરી

મનીષાએ એક છોટી સી લવ સ્ટોરી જેવી વિવાદાસ્પદ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

ભૂત રિટર્ન્સ

ભૂત રિટર્ન્સ

રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ (2012) ફિલ્મ દ્વારા મનીષાએ બૉલીવુડમાં કમબૅક કર્યું છે.

સેંસિબલી યોર્સે લખ્યું

સેંસિબલી યોર્સે લખ્યું

ઈશ્વર મનીષા કોઈરાલા અને તેમના જેવા અનેક મરીજો કે જેઓ કૅંસરથી પીડાય છે તેમને કૅંસર વિરુદ્ધ સંઘર્ષ કરવાની શક્તિ આપે.

દીપાલી ગુપ્તાએ લખ્યું

દીપાલી ગુપ્તાએ લખ્યું

મનીષા કોઈરાલાને કૅંસર છે. તેમને મારા તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

પ્રકાશે લખ્યું

પ્રકાશે લખ્યું

મનીષા વહેવામાં વહેલી તકે સાજાં થી જાય. ભગવાન પાસે તેમની કુશળતા માટે દુઆ માંગુ છું.

રૂપ સાગરે લખ્યું

રૂપ સાગરે લખ્યું

મનીષા કોઈરાલાને કૅંસર છે. તેમના સાજા થવા માટે દુઆ કરો.

હર્ષ સરાવગીએ લખ્યું

હર્ષ સરાવગીએ લખ્યું

મનીષા કોઈરાલાને કૅંસર છે. દુઆ કરૂ છું કે તેઓ વહેલામાં વહેલી તકે સાજા થઈ જાય.

પ્રશાંત મહેરાએ લખ્યું

પ્રશાંત મહેરાએ લખ્યું

મનીષા કોઈરાલાને કૅંસર છે. આ અગાઉ કૅંસર સામે સંઘર્ષ કરનાર કોઈ પણ માણસના સમચારે મને એટલો હેરાન નથી કર્યો. ઈશ્વર કરે કે તેઓ આમાંથી ઉગરી જાય.

English summary
Manisha Koirala diagnosed with ovarian cancer. Here Manisha's 10 top Films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X