• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉમ્બે વેલ્વેટને પીકેની લીલી ઝંડી, ફૅન્સ બંને ફિલ્મોના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ શકશે!

|

મુંબઈ, 16 એપ્રિલ : પીકે અને બૉમ્બે વેલ્વેટની રિલીઝ ડેટ અંગે ઊભા થયેલ પ્રશ્ન ઉકલી ગયો છે. જાણવા મળે છે કે હવે પીકે ફિલ્મ ક્રિસમસથી એક અઠવાડિયા પહેલા એટલે કે 19મી ડિસેમ્બરે રિલીઝ થશે. આ વાત સાંભળી આમિર ખાન તથા રણબીર કપૂર બંનેના ફૅન્સ બહુ ખુશ અને સંતુષ્ટ છે, કારણ કે હવે તેમને પોતાના બંને ફૅવરિટ સ્ટાર્સમાંથી કોઈ એકની ફિલ્મને સિલેક્ટ કરવાની મુંઝવણમાંથી છુટકારો મળી ગયો છે. હવે તેઓ બંને સ્ટાર્સની ફિલ્મો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ શકશે.

pk
અગાઉ બંને ફિલ્મો એક સાથે ક્રિસમસે જ રિલીઝ થઈ રહી હતી કે જેના પગલે બંને ફિલ્મોના નિર્માતાઓને એ બાબતની ચિંતા હતી કે એક જ દિવસે બે મોટી ફિલ્મો રિલીઝ થતા કોઈકને તો નુકસાન ઉઠાવવો જ પડશે. છેલ્લા કેટલાંક સમયથી એક જ શુક્રવારે એક સાથે અનેક ફિલ્મો રિલીઝ થવાનું પ્રચલન વધતુ જતુ હતું. તેથી અનેક વખત મોટા બજેટની ફિલ્મોના નિર્માતાઓને નુકસાન ઉઠાવવું પડતુ હતું. એકલી ફિલ્મ રિલીઝ થતા નિર્માતાઓને જેટલો ફાયદો મળી શકે, તેટલો ફાયદો બીજી ફિલ્મ સાથે રિલીઝ થતા નથી મળતો. તેથી નુકસાનની ચિંતા ક્યાંકને ક્યાંક બૉમ્બે વેલ્વેટ તથા પીકે બંને ફિલ્મના નિર્માતાઓમાં હતી અને તેમણે અંતે આ વાત ઉપર સંમતિ વ્યક્ત કરી કે પીકે ફિલ્મને 19મી ડિસેમ્બર એટલે કે ક્રિસમસથી એક અઠવાડિયા પહેલા રિલીઝ કરી દેવામાં આવે.

ખેર, હવે વિચારણીય વાત એ છે કે આમિર ખાનની ફિલ્મ જો પહેલા રિલીઝ થઈ, તો પીકે તો એક અઠવાડિયામાં એકલી જ બૉક્સ ઑફિસે કમાણી કરી લેશે, પણ બીજા સપ્તાહે રિલીઝ થનાર રણબીર કપૂરની ફિલ્મ બૉમ્બે વેલ્વેટના દર્શકોમાં ચોક્કસ ઘટાડો નોંધાશે. જે દર્શકો પહેલા સપ્તાહે આમિરની ફિલ્મ નહીં જોઈ શક્યા હશે, તેઓ બીજા સપ્તાહે ક્રિસમસની રજાઓ દરમિયાન પીકે જોવાનુંપ્લાન બનાવેશે. તેથી બૉમ્બે વેલ્વેટના બિઝનેસ પર અસર થઈ શકે છે. ખેર, એ તો સમય જ બતાવશે કે શું થશે.

English summary
PK movie will now release on 19th December. Bombay Velvet movie will release on its previous release day 25th December. Fans are happy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more