For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pathaan : પઠાણ ફિલ્મના વિરોધ વચ્ચે પીએમ મોદીએ ફિલ્મ વિરોધીઓને શાંત રહેવા ટકોર કરી, જાણો શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે, એક નેતા રોજ ફિલ્મો પર નિવેદનો આપે છે. તેમના નિવેદનો ટીવી પર ચાલે છે. તેમને લાગે છે કે તે નેતા બની રહ્યા છે, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ તેમને ફોન કર્યો પરંતુ તે માનતા નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે ત્યારે ફિલ્મ વિરોધીઓને પીએમ મોદીએ ટકોર કરી છે. હાલ દિલ્હીમાં બીજેપીની રાષ્ટ્રિય કાર્યકારીણી ચાલી રહી છે ત્યારે અહીં બેઠકમાં પીએમ મોદીએ હળવા ટોનમાં ફિલ્મ વિરોધીઓને શાંત રહેવા કહ્યું છે.

shahrukh khan

પઠાણ ફિલ્મને લઈને દેશભરમાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીએ બીજેપી નેતાઓને ફિલ્મો મુદ્દે નિવેદન આપવાથી બચવા કહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, એક નેતા રોજ ફિલ્મો પર નિવેદનો આપે છે. તેમના નિવેદનો ટીવી પર ચાલે છે. તેમને લાગે છે કે તે નેતા બની રહ્યા છે, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ તેમને ફોન કર્યો પરંતુ તે માનતા નથી. શું જરૂરત છે તમામ ફિલ્મો પર નિવેદન આપવાની?

અહીં તમને જણાવી દઈએ કે આવનારી 26મીં જાન્યુઆરીએ રિલિઝ થઈ રહેલી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને બીજેપી નેતાઓ સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે પીએમ મોદીનું આ નિવેદન સૂચક છે. જો કે પીએમ મોદીએ કોઈ ફિલ્મનું નામ નથી લીધુ પરંતુ તેમને નામ લીધા વગર જ ઈશારો કર્યો છે.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણના એક સોંગમાં દીપિકાની ભગવા કલરની બિકીનીને લઈને બીજેપી નેતાઓએ મોટો બખેડો ઉભો કર્યો છે. આ મુદ્દે બીજેપી નેતા નરોત્તમ મિશ્રાએ ભગવા બિકીનીને લઈને ફિલ્મને રિલીઝ ન થવા દેવાની ધમકી આપી હતી. તેમના અનુસાર આ ફિલ્મમાં આપત્તિજનક દ્રશ્ય છે અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.

નરોત્તમ મિશ્રા તેના નિવેદનોને લઈને બદનામ છે. તેમણે કહ્યું હતું કે, પઠાણ ફિલ્મના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત ભ્રષ્ટ માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. ગીતોના દ્રશ્યો અને વેશભૂષા સુધારવામાં આવે નહીં તો મધ્યપ્રદેશમાં ફિલ્મને મંજૂરી આપવી કે નહીં તે વિચારવા જેવું રહેશે.

English summary
PM Modi asked Pathan film protesters to remain calm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X