વિવેક ઓબેરૉયની પીએમ મોદી બાયોપીકની રિલીઝ ડેટ બદલાઈ
વિવેક ઓબેરૉયની પીએમ મોદીના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝ ડેટ અંગે એક મોટી ખબર સામે આવી છે. વિવેક ઓબેરૉય આ ફિલ્મમાં પીએમ મોદીનો રોલ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવ્યું છે. આ ફિલ્મની રિલીઝ તારીખ થોડી આગળ વધારી છે. પહેલા આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ હવે 12 એપ્રિલે રિલીઝ થશે પરંતુ હજુ સુધી તેના અંગે કોઈ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું.
આ ફિલ્મ પહેલા 12 એપ્રિલે જ રિલીઝ થવાની હતી પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેની રિલીઝ ડેટ બદલીને 5 એપ્રિલ કરી દેવામાં આવી હતી. હવે ફરીથી તેની તારીખ કેમ બદલવામાં આવી તેના વિશે કોઈને સમજમાં નથી આવી રહ્યું.
પીએમ મોદીના જીવન પર બનેલી ફિલ્મની રાહ ઘણા લોકો જોઈ રહ્યા છે અને તેને ટ્રેલરને કારણે ;લોકોની આતુરતા વધી છે. ઘણા સમય પછી વિવેક ઓબેરોય ફિલ્મમાં જોવા મળી રહ્યા છે.
પીએમ મોદીની બાયોપિકને કોંગ્રેસે ગણાવી ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ

બરખાસેન ગુપ્તા
બરખાસેન ગુપ્તા આ ફિલ્મમાં એક અગત્યના રોલ એટલે કે જશોદાબેનના રોલમાં જોવા મળશે.

જરીના વહાબ
અભિનેત્રી જરીના વહાબે આ ફિલ્મમાં હીરાબેનનો રોલ કર્યો છે

બોમન ઈરાની
બોમન ઈરાનીએ આ ફિલ્મમાં રતન ટાટાનો શાનદાર અભિનય કર્યો છે.

મનોજ જોશી
અભિનેતા મનોજ જોશીએ ફિલ્મમાં અમિત શાહનો રોલ કર્યો છે

રાજેન્દ્ર ગુપ્તા
અભિનેતા રાજેન્દ્ર ગુપ્તાએ આ ફિલ્મમાં દામોદર દાસ મોદીનો રોલ કર્યો છે

કિશોરી સહાને
અભિનેત્રી કિશોરી સહાનેએ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવ્યો છે.