For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સ્વર કોકિલા' લતા મંગેશકરનો આજે જન્મદિવસ, પીએમ મોદીએ પાઠવી શુભકામના

સૂરોની દેવી અને મા સરસ્વતીની ઉપાસક લતા મંગેશકરના જન્મદિવસ પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભકામનાઓ પાઠવી છે.

|
Google Oneindia Gujarati News

આજે ભારત રત્નથી વિભૂષિત સ્વર કોકિલા લતા મંગેશકરનો 89 મો જન્મદિવસ છે. ઉંમરના આંકડા ભલે ગમે તે કહે પરંતુ એમાં કોઈ શક નથી કે આજે પણ લતાનો અવાજ કોઈ નવયુવતીથી કમ નથી. સૂરોની દેવી અને મા સરસ્વતીની ઉપાસક લતા મંગેશકરના જન્મદિવસ પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ છે કે હું લતા દીદીના જન્મદિવસ પર તેમના હાર્દિક શુભકામનાઓ પાઠવુ છુ અને તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની કામના કરુ છુ.

લતાજીના જન્મદિવસ પર પીએમ મોદીએ પાઠવી શુભકામના

લતાજીના જન્મદિવસ પર પીએમ મોદીએ પાઠવી શુભકામના

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929 ના રોજ જન્મેલા કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીના પુત્રી છે. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા લતાને તેમના પિતા પાંચ વર્ષની ઉંમરથી જ સંગીતની તાલીમ આપવાની શરૂ કરી હતી. બહેનો આશા, ઉષા અને મીના સાથે સંગીતની શિક્ષા ગ્રહણ કરવા સાથે સાથે લતા બાળપણથી જ રંગમંચના ક્ષેત્રમાં પણ સક્રિય હતા. જ્યારે લતા સાત વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર મુંબઈ આવી ગયો એટલા માટે તેમનો ઉછેર મુંબઈમાં જ થયો.

આ પણ વાંચોઃ તનુશ્રી-નાના વિવાદ પર આ હતી અમિતાભ-આમિરની પ્રતિક્રિયાઆ પણ વાંચોઃ તનુશ્રી-નાના વિવાદ પર આ હતી અમિતાભ-આમિરની પ્રતિક્રિયા

સંઘર્ષોથી જીત્યુ સફળતાનું આસમાન

સંઘર્ષોથી જીત્યુ સફળતાનું આસમાન

વર્ષ 1942 માં હ્રદયરોગનો હુમલો થવાના કારણે પિતાના નિધન બાદ લતાએ પરિવારના ભરણપોષણ માટે થોડા વર્ષો સુધી હિંદી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ. જેમાંની મુખ્ય ફિલ્મો છે મીરા બાઈ, પહેલી મંગલાગૌર, માંઝે બાલ, ગજા ભાઉ, છિમકલા સંસાર, બડી મા, જીવન યાત્રા અને છત્રપતિ શિવાજી છે. પરંતુ લતાજીની મંઝિલ તો ગીત અને સંગીત જ હતી પંરતુ મંઝિલ એટલી સરળ નહોતી. લતાજીને પણ સિનેમા જગતમાં કેરિયરના પ્રારંભિક દિવસોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તેમના પાતળા અવાજના કારણે શરૂઆતમાં સંગીતકાર ફિલ્મોમાં તેમને ગીત ગવડાવવાની મનાઈ કરી દેતા હતા. 1947 માં આવેલી ફિલ્મ ‘આપકી સેવા મે' માં ગાયેલા ગીતથી લતાજીને પહેલી વાર મોટી સફળતા મળી. બસ પછી તેમણે પાછુ વળીને જોયુ નથી.

લતાજીની ગાયિકીએ દરેકને કર્યા પ્રભાવિત

લતાજીની ગાયિકીએ દરેકને કર્યા પ્રભાવિત

વર્ષ 1949 માં ગીત ‘આયેગા આને વાલા', 1960 માં ઓ સજના બરખા બહાર આઈ, 1958 માં આજે રે પરદેસી, 1961 માં ઈતના ના તૂ મુઝસે પ્યાર બઢા, અલ્લાહ તેરો નામ, એહસાન તેરા હોગા મુઝ પર અને 1965 માં યે સમાં, સમાં હે યે પ્યાર કા, જેવા ગીતો સાથે તેમના પ્રશંસકો અને તેમના અવાજના ચાહકોની સંખ્યા સતત વધતી ગઈ અને લતાજી સંગીતની દુનિયાનું બહુ મોટુ નામ બની ગયા. એ કહેવુ ખોટુ નથી કે હિંદી સિનેમામાં ગાયકીનું બીજુ નામ લતા મંગેશકર છે. વર્ષ 1962 માં ભારત-ચીન યુદ્ધ બાદ જ્યારે એક કાર્યક્રમમાં લતાજીએ પંડિત પ્રદીપનું લખેલુ ગીત એ મેરે વતન કે લોગો ગાયુ હતુ ત્યારે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આંખોમાં આંસુ આવી ગયા હતા.

ભારત રત્ન (2001 ) થી સમ્માનિત લતા મંગેશકર

ભારત રત્ન (2001 ) થી સમ્માનિત લતા મંગેશકર

ભારત સરકારે લતાને પદ્મ ભૂષણ (1969) અને ભારત રત્ન (2001) થી સમ્માનિત કર્યા. સિનેમા જગતમાં તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારો સહિત ઘણા સમ્માનોથી નવાઝવામાં આવ્યા છે. સૂરીલી અવાજ અને સાદા વ્યક્તિત્વ માટે વિશ્વમાં જાણીતા લતાજી આજે પણ સ્ટુડિયોમાં પ્રવેશ કરતા પહેલા ચંપલ બહાર ઉતારીને આવી છે અને સ્ટેજ પર ચઢતા પહેલા તેનો સ્પર્શ કરીને માથે લગાવે છે.

આ પણ વાંચોઃ કેબીસી-10 ની પહેલી કરોડપતિ વિશે જાણો ટીવી પર જોતા પહેલાઆ પણ વાંચોઃ કેબીસી-10 ની પહેલી કરોડપતિ વિશે જાણો ટીવી પર જોતા પહેલા

English summary
PM Modi on Thursday wished Lata Mangeshkar a "long and healthy life." He tweeted, "Birthday wishes to respected @mangeshkarlata Didi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X