
બૉલિવુડ દીવા મલાઈકા અરોરાના ઘરે પહોંચી પોલિસ, જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈઃ બૉલિવુડની હૉટ હસીના મલાઈકા અરોરા પોતાની યુનિક ફેશન સેંસ અને અલગ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી ઘણીવાર હેલ્ધી રહેવા માટે લોકોને ઈન્સ્પાયર કરતી રહે છે. પોતાની ફિટનેસથી અભિનેત્રી ફેન્સનુ દિલ જીતી લે છે. અભિનેત્રી ક્યારેક ફેશન સેંસ તો ક્યારેક પોતાના રિલેશનશિપના કારણે છવાયેલી રહે છે. પરંતુ આ વખતે મલાઈકા કોઈ બીજા કારણોસર ચર્ચામાં છે. હાલમાં જ બૉલિવુડ દીવાના ઘરે પોલિસ પહોંચી છે અને અભિનેત્રી પોલિસ અધિકારીઓ સાથે જોવા મળી રહી છે.
જ્યારે મલાઈકાના ઘરે પહોંચી પોલિસ
તમને જણાવી દઈએ કે પોલીસ મલાઈકા અરોરાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી અધિકારીઓ સાથે જોવા મળી હતી. વાસ્તવમાં, પોલીસ મલાઈકાના ઘરે પૂછપરછ કરવા નહોતી ગઈ પરંતુ તેને એક કાર્યક્રમ માટે આમંત્રણ આપવા ગઈ હતી. હા! પોલીસ અધિકારીઓ મલાઈકાને એક કાર્યક્રમમાં બોલાવવા ગયા હતા. આ દરમિયાન અભિનેત્રી પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરતી જોઈ શકાય છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અર્જૂન કપૂર સાથે રિલેશનમાં છે મલાઈકા
મલાઈકાના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રી અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. આ કપલ ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના લગ્નની ચર્ચાઓ પણ જોરમાં છે. અહેવાલો અનુસાર, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરીને તેમના સંબંધોને આગળ વધારવાનું વિચાર્યુ છે. જો કે, બંને કલાકારોએ આ મુદ્દે ખુલીને કશુ કહ્યુ નથી.
મલાઈકાએ શેર કર્યા વેકેશનના ફોટા
તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ભૂતકાળમાં તેના તુર્કી વેકેશનના ફોટા ચાહકો સાથે શેર કર્યા હતા. કપાસોડિયા અને અંતાલ્યાની તસવીરો પછી, ફેશન આઈકન મલાઈકાએ તેના રવિવારની તસવીરો શાનદાર સ્થળોએથી શેર કરી, જે ચાહકોને ખૂબ પસંદ આવી. મલાઈકાની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.