મિલિંદ સોમનના ન્યૂડ ફોટોશૂટ પર પૂજા બેદીઃ પહેલા નાગા સાધુઓની ધરપકડ કરો, પછી...
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા અને મૉડલ મિલિંદ સોમને હાલમાં જ ગોવામાં પોતાનો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન તેમણે બીચ પર એક ફોટોશૂટ કરાવ્યુ જેના પર હોબાળો થઈ ગયો. હોબાળો એટલો વધી ગયો કે ગોવાના કૉનકોન પોલિસે તેમની સામે કેસ કરવો પડ્યો કારણકે તેમણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. તેમના આ ફોટોશૂટની ઘણા લોકોએ ટીકા કરી, તો ઘણા લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા છે. અભિનેત્રી પૂજા બેદીએ પણ મિલિંદ સોમનના નિવેદન પર મોટુ નિવેદન આપ્યુ છે.

પૂજાએ કહી આ વાત
પૂજા બેદીએ મિલિંદના ફોટાનો સ્ક્રીનશૉટ ટ્વિટર પર શેર કર્યો. આ સાથે તેણે નાગા સાધુઓના પણ ત્રણ ફોટા નાખ્યા જેમાં તે નગ્ન અવસ્થામાં છે. ત્યારબાદ તેણે લખ્યુ કે વાસ્તવમાં મિલિંદના ફોટામાં અશ્લીલ કંઈ નથી. સારો ફોટો. વધુ કલ્પના કરનારા લોકોના મનમાં અશ્લીલતા વ્યાપે છે. તેમનો(મિલિંદ)નો ગુનો એટલો છે કે તે સારા દેખાતા અને ફેમસ વ્યક્તિ છે. જો ન્યૂડિટી(નગ્નતા) એક ગુનો હોય તો બધા નાગા સાધુઓની ધરપકડ કરો કારણકે તેનો પણ સ્વીકાર ન કરી શકાય.

મિલિંદ જોરદાર થયા ટ્રોલ
ન્યૂડ ફોટોશૂટ બાદ સોશિયલ મીડિયા પર મિલિંદને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા. ત્યારબાદ પણ તે સતત ફોટો શેર કરી રહ્યા છે. હવે તેમણે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છ. જેમાં તેમણે શીર્ષાસન ટાઈપની એક્સરસાઈઝ કરી અને માથાના બળે ઘણી વાર સુધી રહ્યા. આ સાથે જ તેમણે લખ્યુ કે 'ઉલ્ટા વિના કંઈ સીધુ થતુ નથી' તેમની વાઈફ અંકિતાએ આ વીડિયો શૂટ કર્યો છે. આ પહેલા જે ન્યૂડ ફોટો શૂટ પર વિવાદ થયો હતો તે પણ અંકિતાએ જ કર્યો હતો.

પહેલા પણ કર્યુ છે આવુ શૂટ
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે મિલિંદ સોમનો આ રીતનુ ફોટોશૂટ કરાવ્યુ હોય. આ પહેલા પણ તે જાણીતા બ્રાંડ માટે મૉડલ મધુ સપ્રે સાથે ન્યૂડ ફોટો પડાવી ચૂક્યા છે. જે સામે આવતા જ હોબાળો થઈ ગયો હતો. તેમછતાં મિલિંદનુ ન્યૂડ અભિયાન ચાલુ રહ્યુ. મિલિંદ અને મધુ સપ્રે ઘણા વર્ષો સુધી લિવ-ઈનમાં રહ્યા પરંતુ બંનેએ લગ્ન ન કર્યા. ત્યારબાદ તેમના બ્રેકઅપન સમાચાર આવ્યા. વર્ષ 2006માં સોમનો ફ્રેન્ચ અભિનેત્રી મેલીન જંપનોઈ સાથે લગ્ન કર્યા પરંતુ 3 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા. ત્યારબાદ મિલિંદના જીવનમાં અંકિતા કોનવરની એન્ટ્રી થઈ જે તેનાથી ઉંમરમાં 30 વર્ષ નાની છે.
મલ્લિકા શેરાવત કમલા હેરિસ સાથે કરી ચૂકી છે પાર્ટી