પૂજા હેગડેની નેટવાળી બિકિની ફોટાએ વધાર્યુ સોશિયલ મીડિયાનુ તાપમાન
મુંબઈઃ સાઉથથી લઈને બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી લોકપ્રિય બનેલી પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટો શેર કર્યો છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર તેના ફેન્સ વચ્ચે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો કમેન્ટ કરીને કહી રહ્યા છે કે તેનો ફોટો ઈન્ટરનેટનુ તાપમાન વધારી રહ્યા છે.

પૂજા હેગડેએ લખ્યુ - હું પોતાની ચમક સાથે લઈને ચાલુ છુ
પૂજા હેગડેએ જાળીદાર બિકિનીમાં ફોટો શેર કર્યો છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. પૂજાએ બિકિની લુકમાં પોતાનો ફોટો શેર કરીને સાથે જ લખ્યુ કે હું હંમેશાથી પોતાની ચમક સાથે લઈને ચાલુ છુ.

લોકોએ લખ્યુ - વધારી દીધુ તાપમાન
આ પોસ્ટ પર મનીષ મલ્હોત્રાએ કમેન્ટમાં ફાયરવાળી ઈમોજી શેર કરી છે. આ ઉપરાંત અમુક લોકોએ પૂજા હેગડેના લુકને જોઈને કહ્યુ કે તેણે તાપમાન વધારી દીધુ છે.

પૂજા હેગડેની પ્રશંસા કરતા નથી થાકી રહ્યા ફેન્સ
પૂજા હેગડેના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાને 12 લાખથની વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને ફેન્સ આના પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. તે પોતાની ફેવરિટની પ્રશંસા કરતા થાકતા નથી.

પૂજા હેગડેએ શૉર્ટસમાં શેર કર્યો હતો ફોટો
અભિનેત્રીએ વ્હાઈટ કલરની બિકિનીમાં ફોટો શેર કરતા પહેલા શૉર્ટસમાં ફોટો શેર કર્યો હતો જેમાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી હતી.

પૂજા હેગડેના ઈન્સ્ટાગ્રામ પર 17.1 મિલિયન ફૉલોઅર્સ
પૂજા હેગડેના ઈન્સ્ટાગ્રામ પર 17.1 મિલિયન ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે તે પોતાની કોઈ પણ પોસ્ટ શેર કરે તો તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે.