• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂનમે ભગવાન વિષ્ણુ સમક્ષ અર્ધનગ્ન તસવીર પડાવી, સમન જારી

|

મુંબઈ, 17 ઑક્ટોબર : વિવાદોના મહારાણી પૂનમ પાન્ડે વધુ એક વાર વિવાદોમાં છે, પરંતુ આ વખતે વિવાદ જ નહીં, પણ પોલીસ પણ તેમની પાછળ છે. એટલું જ નહીં, પૂનમ પાન્ડે વિરુદ્ધ મોસ્ટ વૉન્ટેડ વૉરંટ પણ નિકળી ગયું છે. કારણ એ છે કે પૂનમ પાન્ડેએ એક જાહેરખબર માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ અર્ધનગ્ન થઈ શૂટ કર્યુ. આથી જ તેમની વિરુદ્ધ હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે પૂનમને સમન મોકલ્યું છે. પોલીસ તેમને શોધી રહી છે. જોકે આ કેસમાં પૂનમને કોર્ટે 7મી નવેમ્બર, 2012 તથા 26મી ફેબ્રુઆરી, 2013ના રોજ પણ સમન મોકલ્યુ હતું, પરંતુ પૂનમ કોર્ટમાં હાજર નહોતા થયા. પોલીસ સમક્ષ પૂનમે સમન લેવાનો ઇનકાર કરી દીધો હતો. હાલ મુંબઈ પોલીસ તેમના પરત ફરવાની રાહ જોઈ રહી છે, કારણ કે તેઓ બેંગુલૂર ખાતે પોતાની એક કન્નડ ફિલ્મ લવ ઇન પૅશનના શૂટિંગમાં વ્યસ્ત છે.

નોંધનીય છે કે પૂનમ પાન્ડે સામે કાયમ અશ્લીલતાનો આરોપ લાગતો રહે છે. કિંગફિશર મૉડેલ પૂનમ પાન્ડે ચર્ચામાં ત્યારે આવ્યા હતાં કે જ્યારે તેમણે વર્લ્ડકપ 2011 વખતે જાહેરાત કરી હતી કે જો ભારત જીતશે, તો તેઓ ખુલ્લેઆમ ન્યુડ થઈ જશે. તાજેતરમાં જ તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા આવી હતી કે જે ફ્લૉપ રહી.

English summary
Poonam Panday avoids summons over semi-nude photo-shoot that 'hurt Hindu sentiments.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more