ધરપકડ કરાયેલ પૂનમ પાંડે અને તેના પતિને આ શરતોએ મળ્યા જામીન
નવી દિલ્લીઃ અભિનેત્રી અને મૉડલ પૂનમ પાંડે અને તેમના નિર્દેશક પતિ સેમ અહેમદ બૉમ્બેની ગોવા પોલિસે અશ્લીલ વીડિયો શૂટ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પૂનમ અને સેમની ગોવાના કેનકોના ગામમાં ચપોલી બાંધમાં શૂટ દરમિયાન અશ્લીલતાના આરોપમાં ગુરુવાર(5 નવેમ્બર) ધરપકડ કરવામાં આવી. ગોવા ફૉરવર્ડ પાર્ટીની વુમન વિંગે પૂનમ પાંડે સામે ફરિયાદ નોંધાવી હતી. પોલિસે બંને પતિ-પત્નીને સિનેકેરિમ રિસોર્ટથી પકડ્યા હતા.

પૂનમ અને તેના પતિને આ શરતો પર મળ્યા જામીન
પૂનમ પાંડે અને તેના પતિ સેમ બૉમ્બે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે હાલમાં આ કેસમાં જામીન આપી દીધા છે. જો કે જામીની આપીને કહેવામાં આવ્યુ છે કે તે બંને ગોવાથી બહાર નહિ જઈ શકે અને તપાસ માટે દર છ દિવસે પોલિસ સ્ટેશન જવુ પડશે. આ ઉપરાંત પોલિસ દ્વારા તેમને બોલાવવામાં આવે ત્યારે તેમણે પૂછપરછ માટે હાજર થવુ પડશે. પૂનમ પાંડેને પોલિસે આ કેસમાં 6 નવેમ્બરે પોલિસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવી હતી. આ દરમિયાન તેમને જાણવા મળ્યુ કે બંને પતિ-પત્નીએ મુંબઈ જવા માટે 6 તારીખની ટિકિટ કરાવી લીધી છે. એવાાં પોલિસે તેમની એ હોટલમાંથી ગુરુવારે ધરપકડ કરી જ્યાં બંને રોકાયા હતા.

શું છે પૂનમ પાંડે અને તેના પતિ પર આરોપ
પોલિસ સબ ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ વાયરલ વીડિયોને જોયા બાદ પૂનમ પાંડે સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પૂનમ પાંડે અને તેમના પતિ સામે સરકારી સંપત્તિ પર અતિક્રમણ કરવા અને અભદ્ર વીડિયોના શૂટિંગ અને તેને ફેલાવવાનો આરોપ છે. આ ફરિયાદ 2 નવેમ્બરે ચપોલી બાંધનુ મેનેજમમેન્ટ કરનાર રાજ્ય જળ સંશાધન વિભાગે કરી હતી. તેમની ફરિયાદ મુજબ કોઈની મંજૂરી વિના પૂનમ પાંડેએ વીડિયોનુ વિતરણ કર્યુ છે. પોલિસના જણાવ્યા મુજબ શરૂઆતમાં આઈપીસીની કલમ હેઠળ આ કેસ અજાણ્યા વ્યક્તિ પર નોંધવામાં આવ્યો હતો. ફરિયાદકર્તાએ કોઈનુ નામ આપવામાં આવ્યુ નહોતુ પરંતુ પોલિસે તપાસ દરમિયાન પૂનમ પાંડેના કથિત વાયરલ વીડિયોને પકડ્યો અને આગળની કાર્યવાહી કરી.

પૂછપરછમાં પૂનમે શું શું કહ્યુ?
પોલિસના જણાવ્યા મુજબ પૂનમ પાંડે અને તેના પતિ સેમ બૉમ્બેએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે બંને 31 ઓક્ટોબરે સવાર-સવારે ચપોલી બાંધમાં ચોરીથી ગયા હતા અને ત્યાં તેમણે એક અશ્લીલ વીડિયો શૂટ કર્યો હતો. પોલિસ આ કેસમાં આગળની તપાસ કરી રહી છે. પૂનમ પાંડેએ કોરોના કાળમાં જ સેમ બૉમ્બે સાથે લગ્ન કર્યા હતા. પૂનમે લગ્ન પહેલા સેમ બૉમ્બેને ડેટ કરી રહી હતી. લગ્નના અમુક દિવસો પછી જ પૂનમે સેમ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. એટલુ જ નહિ પૂનમે મુંબઈ પોલિસને ફરિયાદ પણ કરી હતી અને પતિ સેમ સામે એફઆઈઆર નોંધાવી હતી.
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે દિવાળી માટે જારી કરી ગાઈડલાઈન