• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું લૉકડાઉનના ઉલ્લંઘન બદલ પૂનમ પાંડેની ધરપકડ થઈ? Video જારી કરી ખુદ જણાવ્યુ

|

કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણના ફેલાવને રોકવા માટે અત્યારે આખો દેશ લૉકડાઉનમાં છે. જેના કારણે સ્કૂલ-કોલેજ સહિત મોટાભાગની આર્થિક ગતિવિધિઓ પણ બંધ છે. સેલિબ્રિટી પણ આનુ પાલન કરી રહ્યા છે. સાથે જ પોતાના ફેન્સને પણ લૉકડાઉનનુ પાલન કરવા માટે કહી રહ્યા છે. પરંતુ લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં અભિનેત્રી અને મૉડલ પૂનમ પાંડે ઘેરાઈ ગઈ હતી. આ વિશે હવે તેણે એક વીડિયો જારી કર્યો છે.

ધરપકડની વાતને ફગાવી

ધરપકડની વાતને ફગાવી

વાસ્તવમાં ઘણા રિપોર્ટ્સમાં એ વાત કહેવામાં આવી કે લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં પૂનમ પાંડેની તેના દોસ્ત સાથે ધરપકડ કરવામાં આવી હતી અને પોલિસે મૉડલ સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. હવે પૂનમ પાંડેએ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા સમાચારો પર સફાઈ આપી છે. પૂનમ પાંડેએ ધરપકડ થઈ હોવાની વાતને પણ ફગાવી દીધી છે.

વીડિયોમાં શું કહ્યુ?

વીડિયોમાં શું કહ્યુ?

પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાની સફાઈ આપી છે. વીડિયોમાં પૂનમ પાંડેએ કહ્યુ, 'હાય દોસ્તો, મે કાલે રાતે એક મૂવી મેરાથન કરી. મે એક બાદ એક ત્રણ ફિલ્મો જોઈ, તે કમાલની હતી. મને કાલે રાતથી ફોન આવી રહ્યા છે કે મારી ધરપકડ થઈ ગઈ છે અને મે પણ સમાચારોમાં જોયુ. દોસ્તો મારા વિશે આવુ ના લખો. હું ઘરે જ છુ અને ઠીક છુ.'

પોલિસ અધિકારીએ શું કહ્યુ હતુ?

પોલિસ અધિકારીએ શું કહ્યુ હતુ?

આ પહેલા વરિષ્ઠ પોલિસ ઈન્સ્પેક્ટર મૃત્યુંજય હીરેમઠે પીટીઆઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે પૂનમ પાંડે(29) અને સેમ અહેમદ બૉમ્બે(46) સામે નેશનલ ડિઝાસ્ટર એક્ટ હેઠળ આઈપીસીની કલમ 269 અને 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 269 હેઠળ કોઈ વ્યક્તિ પર બિમારી અને ઈન્ફેક્શનને પોતાની બિનજવાબદારીના કારણે ફેલાવા અને બીજાના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લાગે છે. વળી, કલમ 188 હેઠળ સરકાર દ્વારા અપાયેલા નિર્દેશોનુ પાલન ન કરવાનો આરોપ લાગે છે અને આરોપિત વ્યક્તિ પર કાર્યવાહી પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ 17 મે બાદ પણ ચાલુ રહી શકે છે લૉકડાઉન પરંતુ વધુ છૂટ સાથેઃ સૂત્ર

English summary
poonam pandey denies getting arrested for violating lockdown watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X