પૂનમ પાંડેએ 13 દિવસમાં તોડ્યા લગ્ન, પતિએ હનીમૂન પર કર્યુ શોષણ-મારપીટ, ઈન્ટરનેટે જીત્યુ દિલ
પૂનમ પાંડે સાથે હનીમૂન પર તેના પતિએ મારપીટ કરી અને તેનુ યૌન શોષણ કર્યુ ત્યારબાદ અભિનેત્રીએ તેની સામે ફરિયાદ કરી અને સેમ બૉમ્બેની ધરપકડ કરી લેવામાં આવી. હવે પૂનમ પાંડેએ લગ્નના 13 દિવસ બાદ પોતાના લગ્ન ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. પૂનમ પાંડેએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે એવા લગ્નમાં પાછા જવાનો શું ફાયદો જ્યાં તમને જાનવરો જેવુ સમજવામાં આવે. પૂનમનુ કહેવુ છે કે તે ત્રણ વર્ષથી આ રીતના હિંસક રિલેશનશિપમાં હતી. પૂનમના પતિ સેમ બૉમ્બેને 20 હજાર રૂપિયા આપીને જામીન મળી ચૂક્યા છે. પરંતુ પૂનમ પાંડે હવે નક્કી કરી ચૂકી છે કે તે આ લગ્નમાં નથી રહેવા માંગતી.

ઈન્ટરનેટને મળી ગયુ તેનુ ફેવરિટ કામ
એ સાચુ છે કે પૂનમ પાંડેનુ આખુ કરિયર માત્ર કામુક ફોટા અને વિવાદો પર બનેલુ છે અને એ તેની પોતાની ઈચ્છા છે. પરંતુ પૂનમની ઈમેજ અને ફોટાના કારણે તે હંમેશાથી હાસ્ય અને મજાકનુ પાત્ર રહી છે. જો કે આ વખતે ઈન્ટરનેટના અમુક લોકોએ દિલ જીતુ લીધુ જ્યારે તે પૂનમ પાંડે સાથે ઉભેલા દેખાયા કારણકે તેમને Consentનો અર્થ સમજ આવે છે અને એ સમજમાં આવે છે કે 'ના' નો મતલબ 'ના'.

મરજી જરૂરી છે
દીપિકા નારાયણ ભારદ્વાજે ટ્વિટ કરીને લખ્યુ - પુરુષ, એ સમજી લે કે પોતાની પત્ની પણ તમારા પર યૌન શોષણનો કેસ કરી શકે જો તમે તેની મરજી વિના તેને ખોટી રીતે અડશો કે તેની સાથે જબરદસ્તી કરશો. ભલે તમે પતિ છો પરંતુ મરજી જરૂરી છે નહિતર જેલમાં જશો.

મને માત્ર ઘિન્ન આવી રહી છે
એક યુઝરે લખ્યુ - મને ખબર નથી કે પૂનમ પાંડે સાચુ બોલી રહી છે કે ખોટુ પરંતુ લોકોને તેનુ શોષણ મજાક લાગી રહ્યુ છે એ વાંચીને મને માત્ર ઘિન્ન આવી રહી છે. હું તમારી જાણકારી માટે કહી દઉ કે એક વૈશ્યા પર પણ રેપ થઈ શકે છે. આમાં સૌથી જરૂરી વાત છે - મરજી. તમે તમારા પાર્ટનર સાથે દિવસભર કપડા વિના બેસી રહો તો પણ તમારી મરજી વિના તે તમને અડી શકે નહિ.

પોલિસ તપાસની રાહ જોઈએ?
પૂનમ પાંડેએ પોતાના પતિ પર યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. તે સ્ક્રીન પર જે પણ કરે તેની મરજી પરંતુ યૌન શોષણ કરવાની મંજૂરી તેની સ્ક્રીન ઈમેજ નથી આપતી. મને સમજમાં નથી આવતુ કે લોકો એ વાતની મજાક ઉડાવીને આને આટલુ હલકુ કેવી રીતે બનાવી શકે. શું આપણે પોલિસ તપાસની રાહ જોઈ લઈએ એ જાણવા માટે કે તે સાચુ બોલી રહી છે કે ખોટુ.

સેક્સ એજ્યુકેશનની જરૂર
આ દેશને સેક્સ એજ્યુકેશનની કેટલી જરૂર છે, એનો અંદાજ તમે માત્ર એ વાતથી જાણી શકો છો કે લોકોને લાગે છે કે પૂનમ પાંડે પોતાના કામના કારણે યૌન શોષણ કરવાને જ લાયક છે.

બેવકૂફોની ફૌજ
જો કે અમુક લોકોને છોડીને બાકીના ઈન્ટરનેટે પોતાના વિચારોથી નિરાશ કરવામાં કોઈ કમી ના છોડી. લોકો સતત પૂનમ પાંડેને ટ્રોલ કરતા રહ્યા અને તેના વિશે નિમ્ન સ્તરની વાતો બોલવાથી પાછા ન પડ્યા.

વાહ! ક્યા સ્કીમ હે!
એક યુઝરે પૂનમ પાંડેને ટ્રોલ કરીને લખ્યુ - વાહ! ક્યા સ્કીમ હે! પૂનમ પાંડેએ 11 દિવસમાં સારી કમાણી કરી છે. હવે જલ્દી લગ્ન ખતમ કરવાના બદલામાં તે પોતાના પતિ પાસેથી મોટી રકમ માંગશે.

દેશ હિત આવ્યુ સામે
એક મહાનુભાવે લખ્યુ કે પૂનમ પાંડેએ પોતાના લગ્ન તોડવાનો નિર્ણય દેશ હિતમાં લીધો છે.

કોણ કરશે આવુ
એક સજ્જને તો પૂનમના પ્લાનને માસ્ટર સ્ટ્રોક ગણાવ્યો. તેમની માનીએ તો સૌ જાણે છે કે પૂનમ સ્ક્રીન પર અને સ્ક્રીનથી હટીને શું કરે છે. તેનુ યૌન શોષણ કોઈ ન કરી શકે.

સૌથી મજેદાર સમાચાર
એક જ્ઞાની મહિલાને પૂનમ પાંડેનુ યૌન શોષણ આ દશકના સૌથી મજેદાર સમાચાર લાગ્યા. તેના જણાવ્યા મુજબ હવે 2020માં આનાથી વિચિત્ર તેના માટે કંઈ નહિ હોઈ શકે.

માત્ર ટીકાઓ
વધુ એક સજ્જને લખ્યુ - પહેલા પૂનમે ખુદ જ સેમ સાથે પોતાની પૉર્ન ક્લિપ લીક કરી જે વાયરલ થઈ. પછી તેની સાથે લગ્ન કર્યા. હવે તેના પર હનીમૂન પર શોષણનો આરોપ લગાવી દીધો. પૈસા પડાવવાની સારી રીત છે.
ડ્રગ્ઝ કનેક્શનઃ મુંબઈ આવશે દીપિકા, રકુલ-સિમોનની આજે પૂછપરછ