For Quick Alerts
For Daily Alerts
11 દિવસ બાદ જ તૂટવાની અણીએ પૂનમ પાંડેના લગ્ન, પતિ પર મારપીટ-મોલેસ્ટેશનનો આરોપ
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી પૂનમ પાંડે પોતાની બોલ્ડનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી પૂનમ પાંડેએ હાલમાં જ લગ્ન કરી લીધા. તેણે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા મૂકીને બધાને ચોંકાવી દીધા. પૂનમ પાંડેએ પોતાના બૉયફ્રેન્ડ સેમ બૉમ્બે સાથે ગૂપચૂપ રીતે લગ્ન કરી લીધા પરંતુ આ લગ્ન ટકતા હોય તેવુ નથી દેખાઈ રહ્યુ. લગ્નના 11 દિવસ બાદ જ પૂનમ પાંડેએ પોતાના પતિ સેમ બૉમ્બે સામે મારપીટ, મોલેસ્ટેશન અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ તેના પતિની પોલિસે ધરપકડ કરી લીધી છે.
પતિનુ ઘર છોડીને ભાગી તો પ્રેમીના દોસ્તે મદદના બહાને ઘણી વાર કર્યો રેપ