• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અશ્લીલ વીડિયો મામલો: 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે રાજ કુન્દ્રા, કોર્ટે આપ્યો ઝટકો

|
Google Oneindia Gujarati News

અશ્લીલ ફિલ્મો બનાવવા અને વેચવાના મામલે ધરપકડ કરાયેલા પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને આજે (શુક્રવારે) પોલીસ કસ્ટડીના અંતિમ દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે, જેને હવે 27 જુલાઈ, 2021 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. રાજ કુંદ્રા સિવાય તેના સહાયક રાયન થોર્પની પોલીસ કસ્ટડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈએ ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રાજ કુંદ્રા અને રાયન થોર્પને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે તેમની કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી હતી. કોર્ટે પોલીસની અરજીને સ્વીકારતા રાજ કુંદ્રા અને રાયન થોર્પને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બંનેને કોર્ટમાંથી સીધા પાછા મહારાષ્ટ્રની બાયકુલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અને રિયાન થોર્પને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને અશ્લીલ ફિલ્મોના નિર્માણ સંબંધિત કેસમાં 7 દિવસ વધુ પોલીસ કસ્ટડી માંગી હતી. મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસને શંકા છે કે અશ્લીલ કમાણી દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ આફ્રિકા ખાતા વચ્ચેના વ્યવહારની તપાસ થવી જોઈએ. આ દરમિયાન એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે પોલીસ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે.

English summary
Pornographic video case: Raj Kundra to remain in police custody till July 27
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X