Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

pornography case: ગેહના વશિષ્ઠ પર પીડિતાનો આરોપ, ધમકી આપી ન્યૂડ ફિલ્મો બનાવડાવી

પોર્ન કેસમાં રાજ કુંદ્રા સતત ફસાતો જાય છે. પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ પર પ્રસારિત કરવા મામલે પોલીસ ફેબ્રુઆરી મહિનાથી તપાસ કરી રહી છે.

પોર્ન કેસમાં રાજ કુંદ્રા સતત ફસાતો જાય છે. પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ પર પ્રસારિત કરવા મામલે પોલીસ ફેબ્રુઆરી મહિનાથી તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે કેટલીક ધરપકડ પણ કરી હતી અને ત્યારબાદ પોલીસને પોર્ન કેસમાં રાજ કુંદ્રાની લિંક મળી હતી, ત્યારબાદ તેની કસ્ટોડિયલ તપાસ શરૂ થઈ હતી. આ દરમિયાન ગંદી બાતની અભિનેત્રી ગેહના વશિષ્ઠે રાજ કુંદ્રાને ટેકો આપ્યો હતો. જો કે, ગેહના વશિષ્ઠ પોતે આ કેસમાં પહેલાથી ફસાયેલી છે.

પીડિતાએ આરોપ લગાવ્યા

પીડિતાએ આરોપ લગાવ્યા

રિપોર્ટ અનુસાર હવે ગેહના વશિષ્ઠ પર બળજબરીથી ન્યૂડ વીડિયો બનાવવાનો આરોપ મૂકાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બે પીડિતાઓએ ખુલાશો કર્યો છે કે પોર્ન ફિલ્મના શૂટિંગ માટે તેમને ધમકીઓ આપવામાં આવી હતી અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એક પીડિતાએ રોવા ખાનનું પણ નામ લીધું છે, જ્યારે અન્ય પીડિતે ગેહના વશિષ્ઠ અને અન્યના નામનો ખુલાશો કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, આ પોર્ન વીડિયો રાજ કુન્દ્રા અને અન્ય બે લોકોને વેચવામાં આવ્યા હતા. જે બાદ આ વીડિયોને હોટ હિટ, હોટશોટ્સ, ન્યૂફિલ્કીસ જેવી એપ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

ન્યૂડ થવા 25 હજારની ઓફર કરાઈ

ન્યૂડ થવા 25 હજારની ઓફર કરાઈ

બીજી તરફ, મિડ-ડેના અહેવાલ મુજબ, 25 વર્ષીય પીડિતાએ પોતાની આપવીતિ વર્ણવતા કહ્યું કે, તે હિન્દી, મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરે છે. 4 ફેબ્રુઆરીએ રોવા ખાને મુંબઇના મડ ખાતે બોલાવી. રોવાએ તેને કારમાં 'સિંગલ મધર' નામની સ્ક્રિપ્ટ આપી. પાછળથી એવું કહેવામાં આવ્યું કે તે આ સ્ક્રિપ્ટમાં માતાની ભૂમિકામાં બંધ બેસતી નથી, તેથી નવી સ્ક્રિપ્ટ 'બર્તનવાલી' આપવામાં આવી.

રોલ કરવાની ના પાડતા ધમકીઓ અપાતી

રોલ કરવાની ના પાડતા ધમકીઓ અપાતી

સ્ક્રીપ્ટ વાંચ્યા પછી પીડિતાએ કામ કરવાનો ઈન્કાર કરતા રોવા ખાને તેના લુક અને રોલમાં ફેરફાર કરવાનું કહીને 25,000 રૂપિયાની ઓફર કરી. પીડિતાએ કહ્યું કે, આ ફિલ્મની મુખ્ય અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેને નગ્ન થવા ધમકી આપવામાં આવી હતી. પીડિતાએ કહ્યું કે મને ધમકી પણ આપવામાં આવી હતી. તે પછી તે કામ કરવા માટે સંમત થઈ ગઈ.

પીડિતાના ગેહના વશિષ્ઠ પર આરોપ

પીડિતાના ગેહના વશિષ્ઠ પર આરોપ

બીજી 20 વર્ષીય પીડિતાએ જણાવ્યું કે તેને એક વેબ સિરીઝના શૂટિંગ માટે 10000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જે ગેહના વશિષ્ઠ સાથે સંબંધિત હતી. ક્વીન નામની ફિલ્મનું શૂટિંગ મડ આઇલેન્ડમાં થયું હતું. રાજા રાણીની આસપાસ ફરતી વાર્તામાં મને કહેવામાં આવ્યું કે ત્યાં ત્રણ છોકરાઓ સાથે બળાત્કારનો દ્રશ્ય હશે.

ન્યૂડ ફિલ્મો બનાવી અને એપ પર અપલોડ કરાઈ

ન્યૂડ ફિલ્મો બનાવી અને એપ પર અપલોડ કરાઈ

પીડિતાએ કહ્યું કે, જ્યારે મેં કામ કરવાની ના પાડી તો ગેહના વશિષ્ઠે તેને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેણે આ ફિલ્મ માટે 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. જો મેં આ કાર્ય વિશે કોઈને કહ્યું તો તે મારા માટે સારૂ નહીં હોય. બાદમાં આ ફિલ્મ ન્યુફ્લિક્સ નામની એપ પર મુકવામાં આવી હતી.

પોર્ન ફિલ્મમાં કામ કરવા ધમકી આપી

પોર્ન ફિલ્મમાં કામ કરવા ધમકી આપી

પીડિતાનો આરોપ છે કે, ગેહના વશિષ્ઠ અને અન્ય લોકોએ ઇચ્છા વિરુદ્ધ પોર્ન ફિલ્મમાં કામ કરવા ધમકી આપી હતી. જ્યારે મેં કામ કરવાની ના પાડી ત્યારે તેમણે મારી પાસેથી 10 લાખ રૂપિયાની માંગ કરી હતી.

100 થી વધુ પોર્ન ફિલ્મો બનાવી અપલોડ કરાઈ

100 થી વધુ પોર્ન ફિલ્મો બનાવી અપલોડ કરાઈ

અહેવાલો મુજબ, 100 થી વધુ પોર્ન ફિલ્મો બનાવી અને હોટશોટ્સ, હોટ હિટ્સ અને ન્યુફ્લિક્સ સહિતના વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી છે. આ કેસમાં ગેહના વશિષ્ઠ, રોવા ખાન અને અન્યના નામ સામે આવ્યા છે. વીડિયો બનાવ્યા બાદ અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુર અને રાજ કુંદ્રાને વીડિયો વેચ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X