• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઍન્ડીની નજરો બૉલીવુડ પર, કોઈ પણ રોલ ચાલશે!

|

મુંબઈ, 27 ડિસેમ્બર : ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 7માંથી બહાર થઈ ચુકેલા વીજે ઍન્ડીની નજરો હવે બૉલીવુડ ઉપર છે. તાજેતરમાં જ તેઓ બિગ બૉસમાંથી બહાર થયાં છે. ઍન્ડીએ જણાવ્યું - મારો મતલબ એમ નથી કે હું નાયકની ભૂમિકા ભજવવા માંગુ છું. આજે હિન્દી સિનેમામાં ભજવવા માટે તમામ પ્રકારની ભૂમિકાઓ છે.

તેમણે જણાવ્યું - હું એક તાલીમ પામેલો અભિનેતા છું. હું લંડન ખાતે રંગભૂમિ ઉપર કામ કરી ચુક્યો છું. હું 15 વર્ષો સુધી નૃત્ય-દિગ્દર્શન તેમજ નૃત્ય પણ કરી ચુક્યો છું. મુંઈ 10 વર્ષોથી મારૂ ઘર છે. હું ક્યાંય નથી જઈ રહ્યો. શોમાંથી ઍન્ડીની હકાલપટ્ટી સપ્તાહના મધ્યે થઈ હતી. વીજે ઍન્ડી શોના ટોચના પાંચ સ્પર્ધકોમાં હતાં. તેમને બિગ બૉસ નહીં જીતી શકવાનો કોઈ અફસોસ નથી.

ઍન્ડીએ જણાવ્યું - મેં ક્યારેય જીતની આશા નહોતી સેવી. મારા મત મુજબ ગૌહર ખાન કે તનીષા મુખર્જીના જીતવાની શક્યતા છે. જ્યાં સુધી મારો સંબંધ છે, તો હું ત્યાં છેલ્લે સુધી બરાબર રહ્યો. તેમણે જણાવ્યું - હું ત્યાંથી સંયમ અને કૃતજ્ઞતા લઈને આવ્યો છું. જ્યારે હું બિગ બૉસમાંથી બહાર આવ્યો, તો મારા ભાઇએ મને એક ચૉકલેટ બિસ્કિટ આપી. મેં આ અગાઉ આના કરતા સારી વસ્તુઓ નહોતી ચાખી. અને હા, મારી હિન્દી સુધરી ગઈ છે. કમ સે કમ બૉલીવુડમાં કૅરિયર બનાવવા માટે આ એક સારી બાબત ગણાય.

English summary
Now that his stint on TV reality show "Bigg Boss - Saath 7" has come to an abrupt end, former video jockey Andy's eyes are set on Bollywood - and no, 'herogiri' is not on his mind! "I don't mean I want to play the hero. There are so many roles to play in today's Hindi cinema," Andy said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X