For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝંજીર-એસડીઆરના પગલે પ્રાગની રિલીઝ પાછી ઠેલાઈ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 સપ્ટેમ્બર : રોહિત ખેતાન નિર્મિત અને આશિષ શુક્લા દિગ્દર્શિત પ્રાગ ફિલ્મ છઠી સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મના વિતરક અનિલ અગ્રવાલના કહેવા પર તેની રિલીઝ ડેટ આગળ વધારી 27મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. અગ્રવાલને આ ફિલ્મ બહુ ગમી છે અને તેમને લાગતુ હતું કે ફિલ્મને તે તારીખે રિલીઝ કરવું યોગ્ય નથી કે જ્યારે ઝંજીર અને શુદ્ધ દેસી રોમાંસ જેવી મોટી ફિલ્મો રિલીઝ થતી હોય. તેમણે નિર્માતા રોહિત ખેતાનને પ્રાગ ફિલ્મની રિલીઝ ડેટ અંગે પુનર્વિચાર કરવા જણાવ્યુ હતું.

prague

અનિલ અગ્રવાલે રોહિત ખેતાનને જણાવ્યું - ગઈકાલે રાત્રે આપની ફિલ્મ પ્રાગ જોઈ. બહુ સારો અનુભવ હતો. તેની શૈલી એકદમ જુદી છે. તેથી અમે આપને સલાહ આપીએ છીએ કે આપ તેની રિલીઝ ડેટ છઠી સપ્ટેમ્બરથી વધારી 27મી સપ્ટેમ્બર કરી દો. છઠીએ ઝંજીર તથા શુદ્ધ દેસી રોમાંસ જેવી ફિલ્મો રિલીઝ થવાની છે.

પ્રાગ ફિલ્મની રિલીઝ ડેટ ત્રીજી વાર પાછી ઠેલાઈ છે. આ અગાઉ ફિલ્મ 6ઠી જુલાઈના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ ત્રણ સંગીત કમ્પનીઓ ટાઇમ્સ મ્યુઝિક, ક્રેસેન્ડો તેમજ યુનિવર્સલ મ્યુઝિકના નિર્ણના પગલે તેની રિલીઝ ડેટ 2જી ઑગસ્ટ કરવામાં આવી હતી. આ સંગીત કમ્પનીઓ સમગ્ર વિશ્વમાં ફિલ્મના સંગીત અને ગીતોનું આલબમ લૉન્ચ કરવા માંગતી હતી. ફિલ્મના ગીત બોતલ ખોલ ઉપર સેંસર બોર્ડના વાંધા બાદ ફિલ્મની રિલીઝ ડેટ 2જી ઑગસ્ટથી આગળ વધારી છઠી સપ્ટેમ્બર કરવામાં આવી હતી.

પ્રાગ એક મનોવૈજ્ઞાનિક રોમાંચક ફિલ્મ છે. તેની વાર્તા ત્રણ વાસ્તુકારો અને પ્રાગને સમજવા તેમજ આ દરમિયાન તેમને થતા અલૌકિક અનુભવોની આસપાસ ફરે છે.

English summary
Rohit Khaitan’s "Prague", starring Chandan Roy Sanyal and Elena Kazan, was due for release Friday, but its release has been pushed to Sep 27 on the behest of its distributor Anil Aggarwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X