For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે આસારામના કુકર્મો પર ફિલ્મ બનાવશે પ્રકાશ ઝા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 સપ્ટેમ્બર: ગત શુક્રવારે રિલીજ થયેલી પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહને ઠીક-ઠાક સફળતા મળી છે, જેનાથી ખુશ થઇને પ્રકાશ ઝાએ કહ્યું છે જે તે સમાજના જ્વલંત મુદ્દાઓ પર આવી જ ફિલ્મો બનાવતાં રહેશે.

જો કે હાલમાં તે દેશના સળગળતા મુદ્દા પર એટલે કે આસારામ રેપ કેસ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છે. જો કે પ્રકાશ ઝાએ કહ્યું છે કે તે અત્યારે થોડો સમય બ્રેક લેશે ત્યારબાદ તે સત્સંગ પર ફિલ્મ બનાવશે જે આસારામની કહાનીને પ્રેરિત કરશે. જો કે પ્રકાશ ઝાએ સ્પષ્ટ કરી દિધું છે સત્યાગ્રહ બાદ તે મસાલા ફિલ્મો બનાવશે જો કે સત્સંગના રૂપમાં લોકોની સમક્ષ લાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાને ભગવાન કહેનાર અને આદ્યાત્મિક ગુરૂના નામે જાણિતા આસારામ બાપૂ હાલ રેપ કેસમાં જોધપુરની જેલમાં બંધ છે. તેમના પર 16 વર્ષની છોકરી સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે.

asaram-baapu-ji-pic3

તેમના કેસની તપાસ કરતી વખતે કેટલીક એવી વાતો સામે આવી છે જેમાં આસારામ બાપુનો બેવડું ચરિત્ર જોવા મળે છે. આસારામના સેવકે કોર્ટમાં કહ્યું હતું કે તે એકલા સાંજે સાત વાગ્યા બાદ એકાંતમાં છોકરીઓને મળતાં હતા. એક મોબાઇલ ક્લિપનો પણ દાવો કરે છે જેમાં આસારામ એક મહિલાની સાથે આપત્તિજનક સ્થિતિમાં છે. જો કે હાલમાં સીડીની તપાસ ચાલુ છે.

English summary
After Satyagraha Filmmaker Prakash Jha to make film on Asaram Rape Case. The director believes the audiences’ reaction matters more than the box-office collections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X