For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ અણ્ણાએ જોવી છે સત્યાગ્રહ, પ્રકાશ ઝાનો ઇનકાર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 ઑગસ્ટ : જાણવા મળે છે કે ટીમ અણ્ણા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જોવા માંગે છે. હકીકતમાં ટીમ અણ્ણાને ભીતિ છે કે ક્યાંક પડદા ઉપર સમાજસેવી અણ્ણા હઝારેને ખોટી રીતે ન રજૂ કરી દેવાય.

satyagraha-amitabh-anna

બીજી બાજુ પ્રકાશ ઝા ટીમ અણ્ણાનો આ આગ્રહ સ્વીકારવાના મૂડમાં નથી લાગતાં. કહે છે કે સત્યાગ્રહ અણ્ણા હઝારેના ભ્રષ્ટાર વિરોધી આંદોલન પર આધારિત છે કે જેમાં અમિતાભ બચ્ચન સમાજસેવીની ભૂમિકામાં છે અને અજય દેવગણ અરવિંદ કેજરીવાલ જેવી ભૂમિકામાં છે.

તાજા સમાચાર એ છે કે ટીમ અણ્ણા પ્રકાશ ઝાને કહી ચુકી છે કે ફિલ્મ રિલીઝ થતા અગાઉ તેને બતાવવામાં આવે. બીજી બાજુ લીક સે હટકે ફિલ્મ બનાવનાર ઝાએ જણાવ્યું - ફિલ્મ 30મી ઑગસ્ટે રિલીઝ થશે. તેઓ ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા માટે સ્વતંત્ર છે. કોઈ કોઈને ફિલ્મ જોવાથી નહિં રોકે. આ સ્વતંત્ર દેશ છે.

પ્રકાશ ઝા કહે છે - સત્યાગ્રપના પાત્રો અણ્ણા હઝારે તેમજ અરવિંદ કેજરીવાલથી પ્રેરિત નથી. રાજનીતિ ફિલ્મ દરમિયાન પણ આવી જ અટકળો લગાવાતી હતી કે મેં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તેમજ તેમના પત્ની અંગે ફિલ્મ બનાવી છે. હું જાણુ છું કે અણ્ણા હઝારેના ટેકેદારોની અંદર મારી નવી ફિલ્મ અંગે શંકાઓ છે. મારી ફિલ્મ ભ્રષ્ટાચાર વર્સિસ જેહાદ અંગે છે. તેનો ખાસ ચરિત્ર સાથે કોઈ સંબંધ નથી.

English summary
Team Anna reportedly wanted to see "Satyagraha" before its release as they fear that the political thriller shows social activist Anna Hazare in an unflattering light, but Prakash Jha is in no mood to accede to their request.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X