For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાણ સ્વસ્થ, કૃપા કરી અફવા પર ધ્યાન ન આપતાં

|
Google Oneindia Gujarati News

Pran
મુંબઈ, 24 નવેમ્બર : ટ્વિટર અને ફેસબુક ઉપર સતત એવી અફવા ફેલાવાઈ રહી છે કે બૉલીવુડ એક્ટર પ્રાણનું નિધન થઈ ગયું છે. એટલું જ નહિં, તેમને સતત શ્રદ્ધાંજલિ પણ અપાઈ રહી છે, પરંતુ કૃપા કરી આવી અફવા પર ધ્યાન આપશો નહિં, કારણ કે પ્રાણ અગાઉ કરતાં વધુ બહેતર છે અને સતત સ્વસ્થ થઈ રહ્યાં છે. કહેવાય છે કે તેઓ વહેલામાં વહેલી તકે ઘરે પરત ફરશે.

પ્રાણને ગત અઠવાડિયા શ્વાસ લેવામાં મુશ્કેલીના પગલે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોએ જણાવ્યું કે તેઓ હજુય હૉસ્પિટલમાં જ છે અને પહેલા કરતા સારા છે. ત 16મી નવેમ્બરના રોજ હૉસ્પિટલમાં દાખલ થયેલ પ્રાણ માત્ર રેગ્યુલર ચેક-અપ માટે ગયા હતાં. જોકે તેમને દાખલ કરી લેવામાં આવ્યા હતાં.

બીજી બાજુ છેલ્લા બે દિવસથી પ્રાણ અંગે અજબ-ગજબની અને દુઃખદ અફવા ફેલાવાઈ રહી છે. ફેસબુક અને ટ્વિટર પર લોકો પ્રાણના નિધન અને તેમને શ્રદ્ધાંજલિ આપવા અંગેના સમાચારો વહેતાં કરી રહ્યાં છે. આવી બાબતોથી પ્રાણના ફૅન્સની લાગણીઓ દુભાઈ છે.

બિગ બી અમિતાભ બચ્ચને પણ પ્રાણ સાથે હૉસ્પિટલમાં મુલાકાત કર્યા બાદ ટ્વિટ કર્યુ હતું કે પ્રાણની હાલત ઠીક છે અને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં તેમના અંગે ઉડાવાતી અફવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

92 વર્ષીય પ્રાણ બૉલીવુડના સૌથી લોકપ્રિય વિલન છે. તેમણે પોતાના ફિલ્મી કૅરિયરમાં લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની હિટ ફિલ્મોમાં ખાનદાન, ઔરત, ભાઈ-બહન, જિસ દેશ મેં ગંગા બહતી હૈ, હાફ ટિકટ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, ડૉન, જંજીર વગેરેનો સમાવેશ થાય છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણનું બિરૂદ પણ અપાયું છે.

English summary
Pran, who was hospitalized a week back with respiratory problem, is recovering sources said. "He is still in hospital. He is doing fine," Lilavati hospital spokesperson Dr Sudhir Dagaokar told PTI. Twitter and Facebook are abuzz with the news that Veteran Bollywood actor Pran is dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X