For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાણના ‘પ્રાણ’ માટે દુઆઓનો દોર શરૂ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડના જાણીતા ખલનાયક પ્રાણ શ્વાસ લેવામાં મુશ્કેલીના પગલે હૉસ્પિટલમાં ભર્તી છે. હાલ પ્રાણને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. બીજી બાજુ તેમના માટે દુઆઓનો દોર શરૂ થઈ ગયુ છે.

પ્રાણનું આખું નામ પ્રાણ સિકંદ છે (જાણો કોણ છે પ્રાણ સિકંદ) . પ્રાણની ઉંમર હાલ 92 વર્ષની છે અને બે માસ પછી તેમનો 93 વર્ષના થવાનાં છે. પ્રાણે એક ખૂબ જ સન્માનનીય અને શ્રેષ્ઠ જીવન જીવ્યું છે. બૉલીવુડમાં તો તેઓ સૌના પ્રિય ખલનાયક છે. 2001માં પ્રાણને હિન્દી સિનેમામાં પોતાના મહત્વના યોગદાન માટે પદ્મ ભૂષણ ઉપાધિથી નવાજાયા હતાં.

આવો આપને બતાવીએ પ્રાણની કેટલીક તસવીરી ઝલક અને ટ્વિટરથી લઈ ફેસબુક સુધી પ્રાણની કુશળક્ષેમ માટે થઈ રહેલ દઆઓ અંગે.

સારા લોકોને લઈ જઈ રહ્યો છે 2012

સારા લોકોને લઈ જઈ રહ્યો છે 2012

શ્વેતા જોશીએ જણાવ્યું - 2012 તમામ સારા લોકોને લઈ જઈ રહ્યો છે. સાચા વિલન મોટી સંખ્યામાં મોજૂદ છે અને રીલ લાઇફના વિલન હૉસ્પિટલમાં છે.

પ્રાણ ના જાય, વચન પણ ના જાય

પ્રાણ ના જાય, વચન પણ ના જાય

રેખા રામાસ્વામીએ લખ્યું - પ્રાણ હૉસ્પિટલમાં છે. પ્રાણ ના જાયે અને વચન પણ ના જાય. બંને સલામત રહે.

90 ઓળંગી ગયાં, પણ...

90 ઓળંગી ગયાં, પણ...

જેન્સે ટ્વિટ કર્યું - પ્રાણના સમાચાર સાંભળી હું ખૂબ જ પરેશાન છું. હા તેઓ 90 વરસની વય ઓળંગી ચુક્યાં છે, પરંતુ આમ છતાં પણ...

ભગવાન જલ્દી સાજા કરે

ભગવાન જલ્દી સાજા કરે

અમોલ લખે છે - 92 વર્ષના પ્રાણ સાહેબ લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. ભગવાન તેમના આરોગ્યને વહેલામાં વહેલી તકે સારૂં કરી દે.

પરિવારને હિમ્મત આપે ભગવાન

પરિવારને હિમ્મત આપે ભગવાન

ભૈરવી ગોસ્વામીએ ટ્વિટ કર્યું - પ્રાણ 2 માસ બાદ 93 વર્ષના થઈ જશે. તેમણે આખી જિંદગી જીવી લીધી અને વિપુલ સન્માન પણ મેળવ્યું. ભગવાન તેમના પરિવારને પણ હિમ્મત આપે.

અમિતાભની બર્થ ડે પાર્ટીમાં પ્રાણ

અમિતાભની બર્થ ડે પાર્ટીમાં પ્રાણ

પ્રાણ એક માસ અગાઉ એટલે કે 11મી ઑક્ટોબરના રોજ ઉજવાયેલ અમિતાભ બચ્ચનની જન્મ દિવસની પાર્ટીમાં વ્હીલચૅરમાં પહોંચ્યા હતાં.

English summary
Pran, Bollywood actor has been admitted to Lilavati Hospital in suburban Bandra, hospital sources said today.He was admitted to Lilavati hospital last Friday. He had come for a check-up which turned out to be a respiratory problem.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X