પ્રેમ રતન ધન પાયો માટે સલમાન-સૂરજમાં અણબનાવ, ટાઇટલ ટ્રેક લોન્ચ

Posted By:
Subscribe to Oneindia News

જો ગપશપ ગલીનું માનીએ તો "પ્રેમ રતન ધન પાયો"માં બધુ ઠીક નથી ચાલી રહ્યું. હમમમમ..અને આ બધામાં સલમાન ખાન અને સૂરજ બડજાત્યાનો સમાવેશ થાય છે. સૂત્રોનું માનીએ તો ફિલ્મને લઇને સલમાન ખાન અને સૂરજ બડજાત્યામાં અણબનાવ થઇ રહ્યાં છે.

આપણે સૌ જાણીએ જ છીએ કે સલમાન ખાન પોતાની ફિલ્મો સાથે અટેચ રહીને નાનામાં નાની વાત પર ધ્યાન આપે છે. વેલ એવુ જ કઇંક "પ્રેમ રતન ધન પાયો"ની સાથે પણ થઇ રહ્યું છે. પરંતુ જ્યારે "પ્રેમ રતન ધન પાયો" માટે સલમાને કેટલાક સુજાવ સૂરજ બડજાત્યાને આપ્યા તો તેઓ નારાજ થઇ ગયા.

 

સૂરજે સલમાનની સલાહ ના માની અને ફિલ્મને એક મોટું નુકસાન સહન કરવુ પડ્યું. આવો જાણીએ સલમાને ફિલ્મમાં કઇ કઇ ખામીઓ કાઢી છે.

લાંબી ફિલ્મ
  

લાંબી ફિલ્મ

સલમાન ખાનને ફિલ્મ ઘણી લાંબી લાગી રહી છે. સલમાને સૂરજ બડજાત્યાને સલાહ આપી છેકે તેઓ ફિલ્મને થોડી ટૂંકી કરે.

સૂરજનો જવાબ
  

સૂરજનો જવાબ

આ અંગે સૂરજે જવાબ આપ્યો કે ફિલ્મો લંબાઇ નહીં પરંતુ સ્ટોરીથી ચાલે છે. લોકો ફિલ્મની સ્ટોરી જોવા માટે સિનેમાઘરમાં જાય છે. ફિલ્મ બે કલાકની હોય કે પછી 4 કલાકની તેનાથી કોઇ ફર્ક નથી પડતો.

ગીતો
  

ગીતો

ફિલ્મનું આલબમ રિલીઝ થઇ ચૂક્યું છે. અને સલમાનનું મંતવ્ય છેકે ફિલ્મમાં ઘણા ગીતો છે, જે ઓછા થઇ શકે છે.

સૂરજનો જવાબ
  
 

સૂરજનો જવાબ

સૂરજનું માનવુ છેકે "મૈને પ્યાર કિયા"થી લઇને "હમ આપકે હૈ કૌન" અને "વિવાહ" સુધી બધી ફિલ્મોમાં 10 ગીતો છે. જે ફિલ્મની અગત્યની ફ્લેવર છે.

વધુ એક ગીતનું શુટીંગ
  

વધુ એક ગીતનું શુટીંગ

એટલુ જ નહીં સૂરજ બડજાત્યા સલમાન ખાનની સાથે વધુ એક ગીતનું શુટીંગ કરવા માંગે છે કે જેથી ફિલ્મમાં 10 ગીત થઇ જાય. હાલમાં ફિલ્મમાં 9 ગીતો છે.

સલમાનનો જવાબ
  

સલમાનનો જવાબ

સલમાને આ નવુ ગીત શુટ કરવા માટે ના પાડી દીધી છે. તેમના મતે ફિલ્મ પહેલેથી જ ઘણી લાંબી છે.

નામ પર બબાલ
  

નામ પર બબાલ

સલમાન ખાનને ફિલ્મના ટાઇટલ "પ્રેમ રતન ધન પાયો" સાથે પણ પ્રોબલેમ હતો. સલમાને સલાહ આપી હતી કે ફિલ્મને "PRDP"ના નામથી જ પ્રમોટ કરવામાં આવે.

સૂરજ અડગ
  

સૂરજ અડગ

સૂરજ બડજાત્યાએ સલમાનની એક પણ વાતને માનવાથી ઇન્કાર કરી દીધો છે. ફિલ્મ તેમની છે અને તેઓ જાણે છેકે દર્શકોને શું ગમશે અને શું નહીં.

12 નવેમ્બરે ફેંસલો
  

12 નવેમ્બરે ફેંસલો

હવે એ તો 12 નવેમ્બરે જ ખબર પડશે કે સલમાનના સૂચનોને સૂરજે માન્યા કે નહીં. અથવા તેમનો નિર્ણય સાચો હતો કે ખોટો.

"PRDP"ના ટાઇટલ ટ્રેકમાં સલમાન-સોનમની અદભૂત કેમેસ્ટ્રી

ખેર સૂરજ અને સલમાન વચ્ચે જે પણ ચાલી રહ્યું હોય પરંતુ હાલમાં તો ફિલ્મનું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું બીજુ ગીત રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં પણ ઘણો ઉત્સાહ છે. ટાઇટલ ટ્રેકમાં સોનમ ખુબ જ સુંદર લાગી રહી છે.

English summary
Prem Ratan Dhan Payo - Fall off between Sooraj Barjatya and Salman Khan.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.