For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બલ્ગેરિયામાં 'બ્રહ્માસ્ત્ર' ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બિઝી છે અને આ ફિલ્મનું શૂટિંગ બલ્ગેરિયામાં ચાલી રહ્યુ છે. હાલમાં જ ભારતમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ફિલ્મના સેટ પર પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બિઝી છે અને આ ફિલ્મનું શૂટિંગ બલ્ગેરિયામાં ચાલી રહ્યુ છે. હાલમાં જ ભારતમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ફિલ્મના સેટ પર પહોંચ્યા અને ફિલ્મના બધા સ્ટારકાસ્ટ અને ક્રૂ સાથે મુલાકાત કરી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બ્રહ્માસ્ત્રની સ્ટારકાસ્ટ સાથે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બ્રહ્માસ્ત્રની સ્ટારકાસ્ટ સાથે

આ મુલાકાતના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બ્રહ્માસ્ત્રની સ્ટારકાસ્ટ સાથે જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે રણબીર અને આલિયા ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. રણબીરે તેમનું અભિવાદન કર્યુ. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કોવિંદ યુરોપ દેશોમાં મુલાકાત માટે નીકળ્યા છે અને હાલમાં તેઓ બલ્ગેરિયામાં છે.

આ પણ વાંચોઃદીપિકા પાદુકોણે આખરે કન્ફર્મ કર્યા લગ્ન, જુઓ બોલિવુડની સુંદર નવવધુઓઆ પણ વાંચોઃદીપિકા પાદુકોણે આખરે કન્ફર્મ કર્યા લગ્ન, જુઓ બોલિવુડની સુંદર નવવધુઓ

બલ્ગેરિયાના પ્રેસિડેન્ટ રુમેન રાદેવ પણ હાજર

બલ્ગેરિયાના પ્રેસિડેન્ટ રુમેન રાદેવ પણ હાજર

બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે અને આ દરમિયાન તેઓ મુલાકાત કરવા માટે પહોંચી ગયા. સોફિયાના એક સ્ટુડિયોમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રામનાથ કોવિંદે બધા સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે આ પ્રસંગે રામનાથ કોવિંદ ઉપરાંત બલ્ગેરિયાના પ્રેસિડેન્ટ રુમેન રાદેવ પણ હાજર હતા અને તેમણે પણ મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ ઈન્ડો-બલ્ગેરિયા ક્રૂ સાથે પણ વાત કરી.

બ્રહ્માસ્ત્રમાં રીલ લાઈફ રોમાન્સ જોવા મળશે

આ ઉપરાંત વાત કરીએ તો આલિયા રણવીર એકબીજાની ઘણા નજીક આવી ચૂક્યા છે. બંનેના લગ્નના સમાચારો પણ આવતા રહે છે. વળી, આલિયા અને રણવીર સાથે તેમના ઘરે પણ સ્પોટ થયા હતા અને તેમનો ફોટો પણ વાયરલ થયો હતો જેમાં આલિયા રણવીરની મા સાથે ઘણી ખુશ જોવા મળી રહી હતી. જો કે આ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રીલ લાઈફ રોમાન્સ પણ બંને વચ્ચે જોવા મળવાનો છે. આ ફિલ્મમાં આ બંને ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય પણ જોવા મળશે.

આ પણ વાંચોઃપ્રિયા પ્રકાશને સાડીમાં જોઈને ફેન્સ બન્યા દીવાના, ફોટા થયા વાયરલઆ પણ વાંચોઃપ્રિયા પ્રકાશને સાડીમાં જોઈને ફેન્સ બન્યા દીવાના, ફોટા થયા વાયરલ

English summary
President of India Ramnath kovind met Ranbir kapoor and Alia bhatt from the set of Brahmastra in Bulgaria.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X