ડ્રગ્ઝ કેસમાં નામ સામે આવ્યા બાદ સુશાંત સિંહ-સારા અલી ખાનનો પ્રાઈવેટ વીડિયો વાયરલ
રિયા ચક્રવર્તીએ જ્યારથી સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્ઝ મામલે સારા અલી ખાનનુ નામ કબૂલ્યુ છે ત્યારથી સારાના નામની તપાસ દરેક પ્રકારના મીડિયામાં શરૂ કરવામાં આવી ચૂકી છે. હવે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનનો એક પ્રાઈવેટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને સારાના આ કેસમાં ડ્રગ્ઝ મંડળીમાં જોડાયેલ હોવાનો પુરાવો માનવામાં આવી રહ્યો છે. જો કે આ વાયરલ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન માત્ર સિગરેટના કશ લેતા દેખાઈ રહ્યા છે અને આ વીડિયો સુશાંતના જ કોઈ સ્ટાફે ચૂપકેથી લીધો છે. વીડિયો પણ બરાબર સ્પષ્ટ નથી.

સારા સાથે સુશાંતને ડ્રગ્ઝની લત પડી
પરંતુ હજુ માનવામાં આવી રહ્યુ છે કે જરૂરી નથી કે સારા અને સુશાંત આ વીડિયોમાં માત્ર સિગરેટ પી રહ્યા છે. બની શકે કે તે એકસાથે ડ્રગ્ઝના જોઈન્ટ મારી રહ્યા છે. રિપોર્ટ્સની માનીએ તો રિયાના નિવેદનોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે સારા સાથે સુશાંતને ડ્રગ્ઝની લત પડી અને ક્યારેક ક્યારેક રિયા સારા દ્વારા જ ડ્રગ્ઝની વ્યવસ્થા કરતી હતી. રિયાએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે નવેમ્બર-ડિસેમ્બર પહેલા સુશાંત સિંહને ડ્રગ્ઝની કોઈ આદત નહોતી. તેના ડ્રગ્ઝ લેવાની લત ત્યારે શરૂ થઈ જ્યારે તે કેદારનાથનુ શૂટિંગ અને પ્રમોશન કરી રહ્યા હતા.
રિયા એ તો માની ચૂકી છે કે સુશાંતના પાવના ફાર્મહાઉસમાં પાર્ટીઓ થતી હતી જ્યાં ઘણી મોટી બૉલિવુડ હસ્તીઓ પણ શામેલ થતી હતી. વળી, સારા વિશે સુશાંતના મેનેજર પહેલા જ પોતાના નિવેદનમાં ઘણુ કબૂલ કરી ચૂક્યા છે.

પ્રેમમાં હતા સુશાંત-સારા
ઉલ્લેખનીય છે કે સારા સાથે કેદારનાથના પ્રમોશન દરમિયાન સુશાંત અને સારાના ફોટા ઘણીવાર વાયરલ થતા હતા. માનવામાં આવી રહ્યુ હતુ કે બંને એકબીજાની ઘણા નજીક છે. અફવાઓ ત્યાં સુધી હતી કે સારા અલી ખાનના પરિવારને સુશાંત સાથે તેની દોસ્તી બિલકુલ પસંદ નથી. સુશાંત સિંહ રાજપૂતના દોસ્ત સેમ્યુઅલ હૉકિપે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટની માનીએ તો કેદારનાથ પ્રમોશન દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન પ્રેમમાં હતા. તેમની રિલેશનશિપ ખૂબ જ સમ્માનજનક હતી અને બંને એકબીજાને પૂરુ સમ્માન આપતા હતા અને એકબીજાની કદર કરતા હતા. રિપોર્ટ્સની માનીએ તો સુશાંત અને સારાએ એકસાથે થાઈલેન્ડની ટ્રિપ કરી હતી જેનો કુલ ખર્ચ લગભગ 78 લાખ રૂપિયા થયો હતો. આ ટ્રિપ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે એક ચાર્ટર્ડ પ્લેન બુક કર્યુ હતુ કારણકે સારા નહોતી ઈચ્છતી કે તેની આ ટ્રિપની જાણ કોઈને થાય.

ટ્રિપ બાદ પાવના ફાર્મ હાઉસ
સુશાંત સિંહ રાજપૂતના પાવના ફાર્મ હાઉસના મેનેજર રઈસે કન્ફર્મ કર્યુ છે કે થાઈલેન્ડ ટ્રિપ બાદ સુશાંત અને સારા સીધા ફાર્મહાઉસ આવ્યા હતા. તે બંને એરપોર્ટથી રાતે 10-11 વાગે પાછા આવ્યા હતા. બંને સાથે એક દોસ્ત પણ હતો. રઈસે આ વાતે IANSને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવી. રઈસે જણાવ્યુ કે સારા અલી ખાનનુ સુશાંત સર સાથે તેમના ફાર્મ હાઉસ પર આવવાનુ 2018માં શરૂ થયુ હતુ. સારા ત્રણ-ચાર દિવસ માટે આવતી હતી અને બંને સાથે જ રોકાતા હતા. રઈસનુ કહેવુ છે કે સારા મેડમ ખૂબ જ પ્રેમાળ હતી. તે ક્યારેય કોઈ હીરોઈન જેવુ વર્તન નહોતી કરતી. એકદમ સિમ્પલ હતી. તે ઘરમાં કામ કરનારને માઉશી કહેતી હતી કારણક સુશાંત પણ તેમને એ જ બોલાવતા હતા. અને મને હંમેશા રઈસભાઈ બોલાવતી હતી. તે આખા સ્ટાફને ખૂબ સમ્માન આપતી હતી.

થઈ ગયુ બ્રેક અપ
રઈસ આગળ જણાવે છે કે સુશાંતના દોસ્ત અબ્બાસ ભાઈએ તેમને સામાન પેક કરવા માટે કહ્યુ હતુ કારણકે બધાને દમણ જવાનુ હતુ. આ સુશાંતના બર્થડેનુ પ્લાન હતુ. માટે ટ્રિપ પર સુશાંત સિંહ રાજપૂત સારાને પ્રપોઝ કરવાના હતા. દમનની ટ્રિપ સમયે પ્રધાનમંત્રી પણ દમન ટૂર કરી રહ્યા હતા જેના કારણે ત્યાંની બધી હોટલ બુક હતી અને સુશાંતને રૂમ મળી શક્યા નહિ. માટે તે ટ્રિપ કેન્સર કરી દેવામાં આવી. આ ટ્રિપ પર સારાને પ્રપોઝ કરવાનુ સુશાંતનો પ્લાન હતો. તેમણે સારા માટે એક ગિફ્ટ પણ ઑર્ડર કરી હતી. ત્યારબાદ બધાએ મળીને કેરળની એક ટ્રિપ પ્લાન કરી પરંતુ તે ટ્રિપ પણ કેન્સલ થઈ ગઈ. ત્યારબાદ ફેબ્રુઆરી 2019-માર્ચમાં રઈસને જાણવા મળ્યુ કે સારા અલી ખાન અને સુશાંતનુ બ્રેકઅપ થઈ ગયુ.
દિલ્લીની સરકારી સ્કૂલોના 500થી વધુ છાત્રો JEE(Mains)માં પાસ