પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ડિવૉર્સના સમાચારો પર માએ તોડ્યુ મૌન, અભિનેત્રીએ પણ જણાવી સચ્ચાઈ
પ્રિયંકા અને નિક જોનસના ડિવૉર્સના સમાચાર ઝડપથી ફેલાઈ જતા હવે પ્રિયંકાની માતાનુ નિવેદન સામે આવ્યુ છે અને ખુદ અભિનેત્રીએ પણ આ સમાચાર વિશેની સચ્ચાઈ જણાવી છે.
નવી દિલ્લીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના નામ આગળથી જોનસ સરનેમ હટાવતા જ ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સહુ કોઈ જાણવા માંગે છે કે પ્રિયંકા અને નિકના લગ્નને હજુ ત્રણ વર્ષ પણ નથી થયા અને એવુ શું થયુ કે ડિવૉર્સ સુધી વાત જતી રહી. પ્રિયંકા અને નિક જોનસના ડિવૉર્સના સમાચાર ઝડપથી ફેલાઈ જતા હવે પ્રિયંકાની માતાનુ નિવેદન સામે આવ્યુ છે અને ખુદ અભિનેત્રીએ પણ આ સમાચાર વિશેની સચ્ચાઈ જણાવી છે.

પ્રિયંકા ચોપડાએ હટાવી સરનેમ
બોલિવુડ અને હૉલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને તેના અમેરિકી સિંગર પતિ નિક જોનસ એક વાર ફરીથી ચર્ચામાં છવાયેલા છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી પોતાના પતિની સરનેમ હટાવી લીધી ત્યારબાદ બંનેના ડિવૉર્સની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પહલા પણ પ્રિયંકા અને નિક વચ્ચે ડિવૉર્સના સમાચાર આવી ચૂક્યા છે પરંતુ પ્રિયંકાએ દર વખતે પોતાના ફોટાઓથી લોકોને જવાબ આપ્યો છે કે બંને પ્રેમ અકબંધ છે પરંતુ આ પહેલી વાર છે જ્યારે પ્રિયંકાએ પોતાના પતિની સરનેમ પોતાના નામ આગળથી હટાવી દીધી છે.

પ્રિયંકાની માનુ નિવેદન
અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસના ડિવૉર્સના સમાચારો ફેલાઈ જતી પ્રિયંકાની મા મધુ ચોપડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મધુ ચોપડાએ ન્યૂઝ 18ને જણાવ્યા મુજબ તેમણે આ સમાચારને બકવાસ ગણાવ્યા છે અને અફવા ન ફેલાવાની ભલામણ કરી છે. તેમના જણાવ્યા મુજબ બધુ બરાબર છે.

પ્રિયંકાએ પણ કર્યો ખુલાસો
પ્રિયંકા અને નિકના ડિવૉર્સની અફવાઓ વચ્ચે પ્રિયંકાની એક કમેન્ટથી ખુલાસો થઈ ગયો છે કે તે ડિવૉર્સ લેવા માંગે છે કે નહિ કે પોતાના પતિ સાથે રહેવા માંગે છે કે નહિ. વાસ્તવમાં નિક જોનસે થોડા કલાકો પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં નિકનો હાર્ડ વર્કઆઉટ કરતા જોઈ શકાય છે. પ્રિયંકા ચોપડાઓ તમામ અફવાઓ વચ્ચે આ પોસ્ટ પર કમેન્ટ કરી છે જે આ તમામ અફવાઓને ખોટી પાડે છે.

'હું તારી બાંહોમાં મરવા માંગુ છુ'
તેણે પોતાની કમેન્ટમાં ઈચ્છા વ્યક્ત કરી છે કે તે જીવનરભર પોતાના પતિ સાથે રહેવા માંગે છે અને તેની બાંહોમાં જ મરવા માંગે છે. પોતાની કમેન્ટમાં પ્રિયંકાએ લખ્યુ, 'ગજબ! હું તારી બાંહોમાં મરવા માંગુ છુ.' આ કમેન્ટ સાથે પ્રિયંકાએ આંખમાં પ્રેમ અને દિલવાળુ ઈમોજી પણ બનાવ્યુ છે. આ કમેન્ટથી સ્પષ્ટ છે કે પ્રિયંકા નિકથી અલગ થવા નથી માંગતી.

3 વર્ષ પહેલા હિંદુ અને ખ્રિસ્તી રીત-રિવાજથી થયા હતા લગ્ન
વર્ષ 2018માં 1 ડિસેમ્બરે પ્રિયંકા ચોપડાએ જોધપુરમાં ખૂબ ધામધૂમથી નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવાર અને અમુક ખાસ દોસ્તો જ શામેલ હતા. પ્રિયંકા ચોપડા અને નિક જોનસે લગ્ન પછી પહેલી વાર એકબીજા સાથે દિવાળી મનાવી હતી. પ્રિયંકાએ આ પ્રસંગે ફોટો પણ શેર કર્યો હતો જેમાં બંને લક્ષ્મી પૂજા કરતા જોવા મળ્યા હતા. લગ્ન બાદથી બંને એકબીજાને પ્રેમનો ઈઝહાર કરવાનો કોઈ મોકો નથી છોડતા પરંતુ પ્રિયંકાએ પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામથી જોનસ સરનેમ હટાવી લેતા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
