પ્રિયંકા ચોપડા બની મા, સરોગસીની મદદથી કર્યુ બાળકનુ વેલકમ
નવી દિલ્લીઃ બૉલિવુડની હૉટેસ્ટ અભિનેત્રીઓમાંની એક પ્રિયંકા ચોપડા મા બની ગઈ છે. શુક્રવારે તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. તેણે જણાવ્યુ કે તેણે અને તેના પતિ નિક જોનસે સરોગસી દ્વારા એક બાળકનુ વેલકમ કર્યુ છે. જો કે હજુ પ્રિયંકાએ એ નથી જણાવ્યુ કે તે દીકરો છે કે દીકરી પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર અભિનંદનનો સિલસિલો શરુ થઈ ગયો છે.

પ્રિયંકા અને નિકે સોશિયલ મીડિયા પર શેર કરી ખુશી
સોશિયલ મીડિયા પર પ્રિયંકા અને નિકે પોસ્ટ કરીને કહ્યુ કે, 'અમને આ પુષ્ટિ કરતા ઘણી ખુશી થઈ રહી છે કે અમે સરોગસી દ્વારા એક બાળકનુ વેલકમ કર્યુ છે. અમે સમ્માનપૂર્વક આ સ્પેશિયલ ટાઈમ દરમિયાન ફેન્સ પાસે પ્રાઈવસીની ઈચ્છા રાખીએ છીએ કારણકે અમે પોતાના પરિવાર પર ફોકસ કરવા માંગીએ છીએ. ખૂબ-ખૂબ આભાર.'

પ્રિયંકાને મળ્યા અભિનંદન
સોશિયલ મીડિયા પર પ્રિયંકાના મા બનવાના સમાચાર આવ્યા બાદ તેને અભિનંદન આપવાનો સિલસિલો શરુ થઈ ગયો છે. અભિનેત્રી લારા દત્તાએ કહ્યુ - બધાઈ હો. નિર્માતા ગુનીત મોંગાએ લખ્યુ - OMG! આ બહુ ખાસ છે...ખૂબ ખૂબ અભિનંદન. સુંદર સમાચાર. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. બંને રાજસ્થાનના જોધપુરમાં હિંદુ અને ક્રિશ્ચિયન રીત-રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા હતા.

બાળકના સમાચારને લઈને હાલમાં જ પ્રિયંકાએ આપ્યુ હતુ આ નિવેદન
તમને જણાવી દઈએ કે પ્રિયંકાના મા બનવાને લઈને તેને ઘણા સમયથી સવાલ પૂછવામાં આવી રહ્યા હતા. હાલમાં જ તેણે મીડિયા સાથે વાત કરીને કહ્યુ હતુ કે બાળકની ખુશખબરીને લઈને ફેન્સ અને ઘરવાળાએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે. તેણે કહ્યુ કે અમે બાળકની કોશિશમાં પોતાનો બહુ વધુ સમય નથી આપી રહ્યા.