• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે રેડ કાર્પેટ પર વિખેર્યો જલવો, બોલ્ડ ફોટો-વીડિયોએ મચાવી ધૂમ

By Desk
|
Google Oneindia Gujarati News

23 મેના રોજ અમેરિકાના લૉસ એંજેલસના માઈક્રોસૉફ્ટ થિયેટરમાં બિલબોર્ડ મ્યૂઝિક અવૉર્ડઝ આયોજિત થયુ. જ્યાં ભારતની અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ પોતાના સેક્સી અવતારથી ધૂમ મચાવી દીધી. પ્રિયંકા ચોપડા એક વાર ફરીથી બોલ્ડ અવતારમાં જોવા મળી અને આ અવૉર્ડ નાઈટમાં તેણે તહેલકો મચાવી દીધો. માઈક્રોસૉફ્ટ થિયેટરથી પ્રિયંકા ચોપડાએ પોતાના સેક્સી ફોટો શેર કર્યા. જેમાં તે સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી. બીજા ઈન્ટરનેશનલ સ્ટાર્સની જેમ પ્રિયંકા ચોપડાએ પણ રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો અને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ.

જાણીતા બૉલિવુડ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

જાણીતા બૉલિવુડ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

પ્રિયંકા ચોપડાના આ ઈન્ટરનેશનલ અવૉર્ડ ફંક્શનમાં પતિ નિક જોનસ સાથે જોવા મળી. તેણે સોશિયલ મીડિયા પર રોમેન્ટીક પોસ્ટ પણ શેર કર્યા અને પતિની જોરદાર પ્રશંસા કરી. પ્રિયંકા ચોપડા અને નિક જોનસની કેમેસ્ટ્રી જોઈને માધુરી દીક્ષિતથી લઈને અનુષ્કા શર્માએ પણ પ્રતિક્રિયા આપી.

પ્રિયંકા ચોપડાના હૉટ ફોટા

પ્રિયંકા ચોપડાના હૉટ ફોટા

પ્રિયંકા ચોપડાએ એક વાર ફરીથી ફેશન જગતમાં પોતાના ધમાકેદાર લુકથી તહેલકો મચાવ્યો. તેણે ગ્લોબલ ઈવેન્ટમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી એટલુ જ નહિ પરંતુ શોની પ્રેઝન્ટર પણ રહી. જુઓ, પ્રિયંકા ચોપડાના હૉટ ફોટા.

પ્રિયંકા ચોપડાનો ડ્રેસ

પ્રિયંકા ચોપડાનો ડ્રેસ

પ્રિયંકા ચોપડાએ બિલબો-મ્યુઝિક અવૉર્ડઝમાં ટ્રાન્સપરન્ટ આઉટફીટ પહેર્યુ. આ ડ્રેસ ખૂબ જ સુંદર હતો અને તેને ઈટલીના Dolce&Gabbana ડિઝાઈન કર્યો.

પ્રિયંકા ચોપડાની સ્ટાઈલ

પ્રિયંકા ચોપડાની સ્ટાઈલ

ગોલ્ડન કલરની થાઈ સ્લિટ ડ્રેસમાં પ્રિયંકા ચોપડાએ સેક્સી લુક કેરી કર્યો. બૉડીફિટ ડ્રેસમાં તે પોતાનુ ફિગર પણ રેડ કાર્પેટ પર ફ્લૉન્ટ કરતી દેખાઈ. પ્રિયંકાના આ બોલ્ડ અંદાજ પર ફેન્સ પણ ફિદા થઈ ગયા અને તેની જોરદાર પ્રશંસા કરીને તેના લુકને સુપરહિટ ગણાવ્યો. જો કે પ્રિયંકા ચોપડાને આ પહેલા ઘણી વાર પોતાના લુક માટે ટ્રોલ પણ થવુ પડ્યુ છે.

પતિ નિક જોનસ સાથે પોઝ

પતિ નિક જોનસ સાથે પોઝ

નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાએ પોઝ આપ્યા. બંનેએ રોમેન્ટીક અંદાજમાં રેડ કાર્પેટ પર જલવો બતાવ્યો.

પતિની પ્રશંસા

પતિની પ્રશંસા

પ્રિયંકાએ નિક સાથે ફોટો શેર કરીને લખ્યુ, પતિની પ્રશંસામાં આ પોસ્ટ લખી રહી છુ. મને તારા પર હંમેશા ગર્વ છે, તુ જે પણ કરે છે મને તેના પર ગર્વ અનુભવાય છે.

English summary
Priyanka Chopra bold photos video with husband Nick Jonas from Billboard Music Awards 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X