• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા

|

તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે નિવેદન આપ્યુ છે કે વર્ષ 2008 માં ફિલ્મ હોર્ન ઓકેની શૂટિંગ દરમિયાન એક ગીતના શૂટિંગ કરતી વખતે નાના પાટેકરે તેને અયોગ્ય રીતે ટચ કર્યુ હતુ. હવે આ વિવાદ ઘણો વધી ચૂક્યો છે અને પ્રિયંકા ચોપડાથી લઈને ફરહાન અખ્તર સુધીના બધા સુપરસ્ટાર્સ તનુશ્રીની સાથે ઉભા છે.

તનુશ્રી દત્તાએ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે કે ફિલ્મ ચોકલેટમાં એક ગીતના શૂટિંગ વખતે વખતે વિવેકે તેને કહ્યુ કે ઈરફાન ખાનની સામે કપડા ઉતારીને નાચ જેથી ઈરફાનનો સારો શોટ મળી શકે. પરંતુ ઈરફાન અને સુનીલ શેટ્ટીએ સીધો વાંધો ઉઠાવ્યો હતો. ઈરફાન ખાને કહ્યુ કે તેને એક્ટિંગ કરતા આવડે છે, કોઈને આવુ કરવાની જરૂર નથી.

મને હાલમાં આ વિશે કોઈ જાણકારી નથી.

મને હાલમાં આ વિશે કોઈ જાણકારી નથી.

તનુશ્રીના આ નિવેદનોથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં તોફાન આવી ગયુ છે. કેટલાક લોકો આને લાઈમલાઈટ મેળવવાનું નાટક સમજી રહ્યા છે. પ્રિયંકા ચોપડા, સ્વરા ભાસ્કર, ફરહાન અખ્તર જેવા સ્ટાર્સ તનુશ્રીના સપોર્ટમાં અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. સલમાન ખાનને આ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યુ કે મને હાલમાં આ વિશે કોઈ જાણકારી નથી. પહેલા મને જાણવા અને સમજવા દો કે શું થયુ છે. મને વિશ્વાસ છે કે કાયદો યોગ્ય રીતે આનો ઉકેલ લાવશે. મને કોઈ જાણકારી નથી.

આ પણ વાંચોઃ નજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ?

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરે તનુશ્રી દત્તાના સપોર્ટમાં કહ્યુ કે 10 વર્ષો બાદ તનુશ્રીએ હિંમત બતાવી છે. આપણે તેનો સાથ આપવો જોઈએ ના કે તેના પર સવાલ ઉઠાવવા જોઈએ.

Farhan Aktar tweet-

This thread is very telling. @janiceseq85 was there at the time of the incident being debated today. Even when #TanushreeDutta had career concerns to keep quiet 10 years ago she did not & her story hasn't changed now. Her courage should be admired, not her intention questioned,"

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાએ ફરહાન અખ્તરના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યુ - "Agreed..the world needs to #BelieveSurviviors."

ઋચા ચડ્ડા

ઋચા ચડ્ડા

ઋચા ચડ્ડાએ તનુશ્રીની હિંમતની દાદ દેતા લખ્યુ છે કે કોઈ મહિલા આ પ્રકારની અસંવેદનશીલ વાતોથી પબ્લિસિટી નથી ઈચ્છતી. આપણે તેની સાથે ઉભા રહેવુ જોઈએ.

Richa Chadda tweet-

"It hurts to be #TanushreeDutta rn. To be alone, questioned. No woman wants publicity that opens the floodgates of trolling and insensitivity.What happened to her on set was intimidation. Her only fault was she didn't back down-takes a special courage to be #TanushreeDutta."

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે પણ લોકોને અપીલ કરી છે કે તનુશ્રીને ટ્રોલ કરવાના બદલે તેનો સાથ આપો... તેના પર વિશ્વાસ કરો.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરે પણ તનુશ્રીનો પક્ષ લઈને ટ્વિટ કર્યુ છે અને લખ્યુ છે કે એ આપણા પર છે કે આપણે આજે તનુશ્રીનો સાથ આપીએ છીએ કે નહિ.

શું હતો મામલો

શું હતો મામલો

ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ' માં તનુશ્રી દત્તાને એક આઈટમ સોંગ માટે સાઈન કરવામાં આવી હતી. આ ગીત ફિલ્મમાં તનુશ્રી પર ફિલ્માવવામાં આવવાનું હતુ. પરંતુ શૂટિંગના એક દિવસ પહેલા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ નાના પાટેકરની વાત માનીને એક એવો સીન નાખી દીધો જ્યાં તનુશ્રી અને નાના પાટેકરને નજીક આવવાનું હતુ. તનુશ્રીએ આ ગીતના શૂટિંગ દરમિયાન નાના પર તેને અયોગ્ય રીતે ટચ કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં આ ગીત રાખી સાવંત પર ફિલ્માવવામાં આવ્યુ હતુ. રિપોર્ટ મુજબ તનુશ્રીના મા એ આ ઘટનાની જાણકારી માટે પ્રેસ કોન્ફરન્સ પણ રાખી હતી અને બાદમાં તનુએ આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. બાદમાં નાના પાટેકરે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સમગ્ર મામલો ખોટો ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ તનુશ્રીના આરોપો પછી પહેલીવાર નાના પાટેકર સામે આવ્યા, આપ્યો આવો જવાબ

English summary
Priyanka Chopra, Farhan Akhtar and other Bollywood Celebs Supports Tanushree Dutta in Nana Patekar controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more