• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દીપિકા-સનીને પછાડીને 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા બની સૌથી વધુ સર્ચ કરાતી અભિનેત્રી

|

બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા ભલે હાલમાં હિંદી ફિલ્મોમા વધુ સક્રિય ના હોય અને તેના લગ્ન થઈ ગયા હોય પરંતુ તેની લોકપ્રિયતામાં હજુ પણ ઘટાડો નથી થયો પરંતુ તેના ચાહકોમાં દિવસરાત ચાર ગણો વધારો થયો માટે પ્રિયંકા ચોપડા આજે ગ્લોબલી સૌથી વધુ ઈન્ટરનેટ પર સર્ચ કરાતી હસ્તી છે, આ વાત લેટેસ્ટ સર્વેમાં સાબિત થઈ છે.

પ્રિયંકા ચોપડા બની સૌથી વધુ સર્ચ કરાતી બોલિવુડ અભિનેત્રી

પ્રિયંકા ચોપડા બની સૌથી વધુ સર્ચ કરાતી બોલિવુડ અભિનેત્રી

હાલમાં ઈન્ટરનેશનલ સર્વે મુજબ પ્રિયંકા ચોપડા ટૉપ ઈન્ડિયન અભિનેત્રી છે જેમણે ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2019 વચ્ચે આખી દુનિયાના લોકો પર પોતાનો પ્રભાવ છોડ્યો છે. આ સર્વે મુજબ પ્રિયંકાનુ નામ 2019માં 2.74 મિલિયન વાર સર્ચ કરવામાં આવ્યુ છે જ્યારે આ લિસ્ટમાં બીજુ નામ બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણનુ છે અને ત્રીજો નંબર હૉટ અભિનેત્રી સની લિયોનનો છે. આ ત્રણે વિશે લોકોએ સૌથી વધુ આ વર્ષે સર્ચ કર્યુ છે.

સલમાન-શાહરુખ પણ રહી ગયા પાછળ

સલમાન-શાહરુખ પણ રહી ગયા પાછળ

જ્યારે આ સર્વે મુજબ સલમાન ખાનને ઓક્ટોબરમાં 1.83 મિલિયન વાર સર્ચ કરવામાં આવ્યા હતા. વળી, આ લિસ્ટમાં શાહરુખ ખાન બીજા અને અમરીશ પૂરી ત્રીજા નંબરે રહ્યા.

આ પણ વાંચોઃ સેક્સી રાગિની કરિશ્માના આ વાયરલ ફોટા તમારા હોશ ઉડાવી દેશે, એકલામા જ જોજો

ઓક્ટોબર 2019માં 1.83 મિલિયન વાર સર્ચ કરવામાં આવ્યા

ઓક્ટોબર 2019માં 1.83 મિલિયન વાર સર્ચ કરવામાં આવ્યા

જ્યારે આ સર્વે મુજબ સલમાન ખાનને ઓક્ટોબર 2019માં 1.83 મિલિયન વાર સર્ચ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા એક ભારતીય અભિનેત્રી, સિંગર, ફિલ્મ નિર્માતા અને પૂર્વ મિસ વર્લ્ડ છે. ભારતમાં સૌથી વધુ ફીસ મેળવતી અને સૌથી લોકપ્રિય હસ્તીઓમાંની એક પ્રિયંકા ચોપડાને ઘણા પુરસ્કાર મળ્યુ છે જેમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને પાંચ ફિલ્મફેર પુરસ્કાર શામેલ છે.

ટાઈમ મેગેઝીને કહી હતી મોટી વાત

ટાઈમ મેગેઝીને કહી હતી મોટી વાત

ટાઈમ મેગેઝીને પ્રિયંકા ચોપડાને દુનિયામાં 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં શામેલ કરી હતી. પ્રિયંકા ચોપડાએ હોલિવુડમાં પોતાની સફર દરમિયાન અમેરિકી સિંગર અને અભિનેતા નિક જોનસને ડેટ કરવાનુ શરૂ કરી દીધુ. બંનેએ ઓગસ્ટમાં પોતાની સગાઈ કર્યા બાદ ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવનમાં હિંદુ અને ક્રિશ્ચિયન સમારંભમાં લગ્ન કર્યા.

English summary
Recent survey stated that Priyanka Chopra is the top Indian actress to make maximum impact on people around the world, from October 2018 to October 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more