For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 1 મહિનામાં થશે પ્રિયંકાની સગાઈ, 10 વર્ષ નાનો છે યુવક !!

ફિલ્મફેરે હાલમાં જ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે પ્રિયંકા વહેલામાં વહેલી તકે નિક સાથે સગાઈ પણ કરી શકે છે. સગાઈ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં પ્રિયંકા પોતાની લવ લાઈફને લઈને જબરદસ્ત લાઈમલાઈટમાં છે. હાલમાં જ 10 વર્ષ નાના નિક જોનસ સાથે તેના અફેરના સમાચારો આવ્યા હતા. જાત જાતની ચર્ચાઓ પણ થઈ રહી હતી. ત્યાં સુધી કહેવામાં આવી રહ્યુ હતુ કે પ્રિયંકા નિક સાથે લિવ ઈનમાં રહે છે. જો કે પ્રિયંકાએ અફેરના સમાચારો પર પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ સોશિયલ મીડિયા પર બંનેના લવી-ડવી મોમેન્ટ ખૂબ જોવા મળ્યા. તે ફેમિલી આઉટીંગ્ઝ પર પણ નિક સાથે ઘણી વાર જોવા મળી. વળી, હાલમાં જ તેના વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે.

priyanka nik

પ્રિયંકા ચોપડા ગયા અઠવાડિયે જ્યારથી પોતાના અમેરિકી બોયફ્રેન્ડ નિક જોનસ સાથે મુંબઈ આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે લગ્નનું મન બનાવી ચૂકી છે. ઉંમરમાં પોતાનાથી 10 વર્ષ નાના સિંગર નિકને પ્રિયંકા ખાસ પોતાના ભાઈ સિધ્ધાર્થ અને મા ને મળાવવા માટે ભારત લાવી છે. વળી, ફિલ્મફેરે હાલમાં જ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે પ્રિયંકા વહેલામાં વહેલી તકે નિક સાથે સગાઈ પણ કરી શકે છે. સગાઈ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે.

ખાસ વાત એ પણ છે કે બંને વચ્ચે ઉંમરનો તફાવત ઘણો છે. પ્રિયંકા ચોપડા નિક જોનસથી લગભગ 10 વર્ષ મોટી છે. વળી, આવુ પહેલી વાર નથી કે બે સેલિબ્રિટી વચ્ચે ઉંમરનો આટલો મોટો તફાવત હોય. આ પહેલા પણ બોલિવુડમાં આવા કપલ્સ જોવા મળ્યા છે અને એકબીજા સાથે પરફેક્ટ દેખાય છે.

English summary
Priyanka Chopra might get engage to Nick Jonas next month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X