For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કોઇની ગર્લફ્રેન્ડ માટે મને ફિલ્મમાંથી કાઢી મુકી હતી..'

પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં પોતાના સંઘર્ષ અંગે કરી વાત હીરો-ડાયરેક્ટરની ગર્લફ્રેન્ડ માટે પ્રિયંકાને ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવી હતી આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

હોલિવૂડ અને બોલિવૂડમાં નામ કરી ચૂકેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ બોલિવૂડમાં પોતાની સ્ટ્રગલ વિશે વાતો કરી હતી. પ્રિયંકાની સફળતા આજે બેનમૂન છે, તેના હાથમાં ત્રણ હોલિવૂડ ફિલ્મો છે અને આ ઉપરાંત તે 'ક્વોન્ટિકો'ની બીજી સિઝનમાં પણ કામ કરી રહી છે. જો કે, બોલિવૂડમાં તેના શરૂઆતના દિવસો ઘણા સંઘર્ષપૂર્ણ રહ્યા હતા, આ અંગે આખરે તેણે મન ખોલીને વાત કરી હતી.

‘લોકો મારાથી ડરે છે’

‘લોકો મારાથી ડરે છે’

પ્રિયંકાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘લોકો મારાથી થોડા ડરે છે. મેં એવી પરિસ્થિતિનો પણ સામનો કર્યો છે, જ્યારે મને ફિલ્મમાંથી બહાર ફેંકી દેવામાં આવતી હતી, કારણ કે કોઇની ગર્લફ્રેન્ડનું નામ રેકમેન્ડ કરવામાં આવ્યું હતું.'

પાવરફુલ માણસો

પાવરફુલ માણસો

‘મેં ઓલરેડી ફિલ્મ સાઇન કરી દીધી હતી, પરંતુ હીરો કે ડાયરેક્ટરની ગર્લફ્રેન્ડ માટે મને ફિલ્મમાંથી બહાર કરવામાં આવી હતી. ત્યારે હું એ અંગે કંઇ નહોતી કરી શકી. છેલ્લી ઘડીએ ફિલ્મ મારા હાથમાંથી નીકળી ગઇ, કારણ કે મેં ક્યારેય ગણતરીપૂર્વક પાવરફુલ માણસોનો સંગાથ મેળવવાનો પ્રયત્ન નહોતો કર્યો.'

હંમેશા અલગ ટ્રીટમેન્ટ

હંમેશા અલગ ટ્રીટમેન્ટ

‘મારા એવા મિત્રો અને કલિગ્સ, જે મને માન આપતા હોય, એવા લોકો વચ્ચે જ હું હંમેશા રહી છું. મારી પાસે મારા ફેમિલીનો સપોર્ટ હતો અને આથી મારે એવી ગણતરી કરવાની ક્યારેય જરૂર નથી પડી. ફેમિલીના સપોર્ટ સાથે મેં એવી વસ્તુઓનો વિરોધ પણ કર્યો છે અને આ કારણે મને હંમેશા અલગ રીતે ટ્રીટ કરવામાં આવી છે.'

કાસ્ટિંગ કાઉચ

કાસ્ટિંગ કાઉચ

થોડા સમય પહેલાં એક શોમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, ‘આ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી. પુરૂષોએ પણ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.' એ સમયે શોના કો-હોસ્ટ રિત્વિક ધનજાનીએ પ્રિયંકાના સ્ટેટમેન્ટને સમર્થન આપ્યું હતું.

#MeToo મૂવમેન્ટ

#MeToo મૂવમેન્ટ

‘આ ટેગ માત્ર યુએસ પુરતું સીમિત નહોતું, આખા વિશ્વમાંથી લોકોએ બહાર આવી પોતાની સાથે ઘટેલ ઘટના અંગે વાતો કરી હતી. હું આ મહિલાઓને પીડિતા નહીં, સર્વાવાઇવર્સ કહીશ. જો કે, એવા વિશ્વનું નિર્માણ જ ન થવું જોઇએ જ્યાં મહિલાઓએ સર્વાઇવ કરવાની જરૂર પડે, એવું વિશ્વ હોવું જોઇએ જ્યાં મહિલાઓ ખીલે.'

English summary
Priyanka Chopra opened up about the abuse of power that she faced in Bollywood during her early years and said that she was replaced by film-makers in the last minute only because the actor/director recommend their girlfriend to star in the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X