• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિક સાથે છેલ્લા 8 દિવસથી આઈસોલેશનમાં છે પ્રિયંકા ચોપડા, શેર કર્યા વીડિયો

|

દુનિયાભરમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ જોખમ મંડરાઈ રહ્યુ છે. જેની ચપેટમાં ઘણા દેશ આવી ચૂક્યા છે. ભારતમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. વાયરસથી બચાવ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દરેક જરૂરી પગલા લઈ રહી છે. સાથે જ લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા છે. તે છેલ્લા 8 દિવસથી પતિ નિક જોનસ સાથે ઘરમાં બંધ (સેલ્ફ આઈસોલેશન) છે.

વાયરસ અંગે જાગૃતિ ફેલાવી

વાયરસ અંગે જાગૃતિ ફેલાવી

જો કે પ્રિયંકા સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં વાયરસ અંગે જાગૃતિ ફેલાવવાની પૂરી કોશિશ કરી રહી છે. એક વીડિયોમાં પ્રિયંકાએ કહ્યુ, હું આશા રાખુ છુ કે તમે બધા સુરક્ષિત હશો. હું બસ આવીને હલો કરવા ઈચ્છતી હતી. આપણુ જીવન સંપૂર્ણપણે ઉલટપુલટ થઈ ગયુ છે. આ એક ફિલ્મ જેવુ લાગી રહ્યુ છે પરંતુ એવુ નથી. હું અને નિક છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં બંધ છે. આજે અમારા સેલ્ફ આઈસોલેશનનો 8મો દિવસ છે. તે કહે છે, અમારુ શિડ્યુલ ઘણુ અલગ હતુ. અમારી આસપાસ આખો દિવસ ઘણા લોકો રહેતા હતા અને હવે અચાનક આવુ થઈ રહ્યુ છે. હું ઘણુ વિચિત્ર અનુભવી રહી છે. મને લાગે છે કે તમે પણ કંઈક આવુ જ અનુભવી રહ્યા હશો. અમે અત્યારે દરેક રીતે બચાવ કરી રહ્યા છે, અમે સ્વસ્થ અને સુરક્ષિત છે. અમે સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રેકટીસ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ

ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ

આ ક્રમમાં પ્રિયંકાએ કોવિડ 19 વાયરસ પર કામ કરી રહેલા ડૉક્ટર અને આરોગ્ય સંગઠનના અધિકારીઓ સાથે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 12.30 વાગે લાઈવ કરવાની વાત પણ કહી. તેણે આની સૂચના ટ્વિટર દ્વારા આપી છે. વીડિયો શેર કરીને પ્રિયંકાએ લખ્યુ - ડૉ. ટ્રેડૉસ સાથે મે કાલે(ગુરુવારે) 12.30 વાગે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ રહીશ. ડબ્લ્યુએચઓથી મારિયા વૉન કર્કહોવ અને ગ્લોબલ સિટિઝનના સીઈઓ હ્યુ ઈવાંસ પણ સાથે હશે. તેમને તમે કોવિડ 19 વિશે બધા સવાલ પૂછી શકો છો જેના જવાબ તમને સીધા યોગ્ય સોર્સથી મળશે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાએ યુનીસેફ અંગે ઘણી વાતો જણાવી છે. તેણે આનો એક આર્ટિકલ પણ શેર કર્યો છે અને જણાવ્યુ કે કોરોના વાયરસ વિશે બાળકો સાથે કેવી રીતે વાત કરવી.

 વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયકા ચોપડા છેલ્લી વાર ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક'માં દેખાઈ હતી. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ હતા. હાલમાં પ્રિયંકા પોતાના ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેમાં ‘મેટ્રિક્સ 4', ‘ધ વ્હાઈટ ટાઈગર' અને ‘વી કેન બી હીરોઝ' શામેલ છે.

આ પણ વાંચોઃ સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી

English summary
priyanka chopra on self isolation with nick jons shared videos amid coronavirus pandemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X