પ્રિયંકા ચોપડાએ શેર કર્યો પોતાનો 19 વર્ષ જૂનો બોલ્ડ ફોટો, કહ્યુ - શરમાવાનુ તો હું ક્યારેય શીખી જ નથી
મુંબઈઃ પ્રિયંકા ચોપડા હાલમાં સતત ચર્ચામાં છે. પોતાની ફિલ્મના ઑસ્કર નૉમિનેશનનુ એલાન અને પુસ્તકની તો વાત થઈ જ રહી છે. સોશિયલ મીડિયા પર પોતાની એક્ટિવિટી માટે પણ તે ચર્ચામાં આવી રહી છે. તેણે ઈન્સ્ટા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ત્યારનો છે જ્યારે તે 19 વર્ષની હતી એટલે કે લગભગ 19 વર્ષ પહેલાનો આ ફોટો છે. આ ફોટા માટે પ્રિયંકાની વાતો સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

પ્રિયંકાએ કહ્યુ - બિકિની અને બિંદી
પ્રિયંકાએ પોતાનો જે ફોટો શેર કર્યો છે તેમાં તે સફેદ બિકિનીમાં જોવા મળી રહી છે. પ્રિયંકાએ ફોટામાં હાઈ રાઈઝ ફ્લેયર્ડ સાથે વ્હાઈટ બિકિની ટૉપ પહેર્યુ છે. સાથે જ સ્પાર્કલી બિંદી પણ લગાવી છે. આ ફોટાને શેર કરીને તેણે લખ્યુ છે કે તેનો આ ફોટો 19 વર્ષની ઉંમરનો છે. સાથે જ તેણે કહ્યુ કે શરમાવુ? એ તો મે ક્યાેરય શીખ્યુ જ નથી.

યુઝર્સ કરી રહ્યા છે જોરદાર કમેન્ટ
પ્રિયંકા ચોપડાના આ ફોટા પર સોશિયલ મીડિયા યુઝર્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.ઘણી યુઝર્સે આ ફોટા માટે પ્રિયંકાને ખરુ-ખોટુ સંભળાવ્યુ છે તો ઘણાએ તેની પ્રશંસા પણ કરી છે. પ્રિયંકા ચોપડા ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના થ્રોબેક ફોટો શેર કરતી રહે છે. આ પહેલા તેણે પોતાનો એક ફોટો શેર કર્યો હતો જ્યારે તે 17 વર્ષની હતી.

બાળપણથી બોલ્ડ રહી છે પ્રિયંકા
પ્રિયંકા ચોપડા જે રીતે પોતાના ફોટા શેર કરે છે તેનાથી સ્પષ્ટ છે કે બાળપણથી જ તેનો ઝુકાવ ગ્લેમરની દુનિયામાં હતો અને તે ઘણી બોલ્ડ પણ હતી. પ્રિયંકાને મૉડલિંગ અને ફિલ્મોમાં બે દશકથી વધુ સમય થઈ ચૂક્યો છે. નાની ઉંમરમાં જ તેણે મૉડલિંગ શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ 2000માં તે મિસ વર્લ્ડ બની. ત્યારબાદ તે ફિલ્મોમાં આવી અને ઘણી હિટ ફિલ્મો આપી. બૉલિવુડ સાથે હૉલિવુડમાં પણ પ્રિયંકાએ કામ કર્યુ છે. અમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ તે અમેરિકામાં રહે છે.