Cannes વૉક પહેલા તૂટી પ્રિયંકા ચોપડાના ગાઉનની ચેન અને પછી..
Priyanka Chopra shared how the zipper of her dress broke just before red carpet at Cannes 2019: બૉલિવુડવી 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની બુક મેમૉયર 'અનફિનિશ્ડ' માટે ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાની લાઈફ સાથે જોડાયેલી ઘણી અનકહી વાતોનો ઉલ્લેખ કર્યો છે. પ્રિયંકા ચોપડા ઘણી વાર રેડ કાર્પેટ પર તમને બોલ્ડ ડ્રેસ સાથે જોવા મળે છે. તેના વ્યક્તિત્વમાં અલગ જ આત્મ વિશ્વાસ જોવા મળે છે પરંતુ દર વખતે એવુ ન બને કે કેટવૉક પર દેખાતી પીસી અંદરથી પણ એટલી જ મજબૂત હોય. વાસ્તવમાં આ વાતનો ઉલ્લેખ અહીં એટલા માટે થઈ રહ્યો છે કારણકે પીસીએ ખુદ પોતાનો એક ડર લોકો સાથે શેર કર્યો છે.

'ઉપ્સ મોમેન્ટ'નો શિકાર થવાથી બચી પ્રિયંકા ચોપડા
વાસ્તવમાં પ્રિયંકા ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ સાથે જોડાયેલ એક સિક્રેટ શેર કર્યુ છે. તેણે જણાવ્યુ કે કેવી રીતે રેડ કાર્પેટ પર જવાની થોડી મિનિટ પહેલા તેના ગાઉનની ઝીપ તૂટી ગઈ હતી જેના કારણે તે અસહજ થઈ ગઈ હતી. વાસ્તવમાં પ્રિયંકા ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગયા કાન ફેસ્ટીવલના અમુક ફોટા શેર કરીને લખ્યુ છે કે, 'અહીં હું બહારથી ભલે ચિલ દેખાઈ રહી હોય પરંતુ કદાચ જ કોઈને ખબર હશે કે અંદરથી કેટલી ડરેલી હતી.'

વિન્ટેજ ગાઉનની ઝીપ તૂટી ગઈ અને...
વાસ્તવમાં પીસીએ જણાવ્યુ કે રેડ કાર્પેટ પર જતા પહેલા તેના વિન્ટેજ ગાઉનની ચેન તૂટી ગઈ પરંતુ તેની કમાલની ટીમે કાર રાઈડ દરમિયાન જ તેની ડ્રેસને સીલ કરી દીધી હતી અન તે શરમજનક સ્થિતિમાં જવાથી બચી ગઈ. પીસીએ લખ્યુ છે કે એ પળ ઘણી ડરામણી હતી પરંતુ હું લકી છુ કે મારી સાથે કંઈ ખોટુ થવાથી બચી ગયુ.

'નમસ્તે'નો પોઝ બનાવવો પડ્યો હતો પીસીને
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પ્રિયંકા ચોપડા પહેલા પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવી ચૂકી છે કે મિસ વર્લ્ડ દરમિયાન તેણે જે વ્હાઈટ ગાઉન પહેર્યુ હતુ તેને ટેપથી ચિપકાવવામાં આવ્યુ હતુ. વારંવાર હાથ હલાવવાના કારણે ટેપ હટી ગઈ હતી. ત્યારબાદ તેણે નમસ્તેનો પોઝ બનાવીને એ ગાઉનને હોલ્ડ કર્યુ હતુ.
અનન્યા પાંડે, સુહાના ખાન, શનાયા અને નવ્યાના બાળપણના ફોટા