For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા પણ જોવા લાગી લગ્નના સપનાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 સપ્ટેમ્બર : એક બાજુ કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નના પડઘમ વાગી રહ્યાં છે, ત્યાં બૉલીવુડની જંગલી બિલ્લી પણ હવે લગ્નના શમણાં જોવા લાગી છે. જી હાં, પ્રિયંકા ચોપરા પણ હવે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. તે પણ કોઈક સાથે લગ્નના બંધનમાં જોડાઈ જવા માંગે છે.

Priyanka Chopra

પ્રિયંકાએ તાજેતરમાં જ પોતાના એક ઇંટરવ્યુમાં જણાવ્યુ હતું, ‘હું ચાર વર્ષની હતી, ત્યારથી પોતાના લગ્નની રાહ જોઈ રહી છું. હવે એ માટે હું તૈયાર છું. મારા મમ્મી-પપ્પા પણ મારા લગ્ન માટે તૈયાર છે, પરંતુ મુશ્કેલી એ છે કે મને મિસ્ટર રાઇટ નથી મળી રહ્યો. આ એક ટેક્નિકલ પ્રૉબ્લેમ છે.' તાજેતરમાં જ પ્રિયંકાનું પ્રથમ આલબમ ‘ઇન માય સિટી' રિલીઝ થયું છે અને હવે પ્રિયંકા એક્ટરમાંથી ઑફિશિયલ સિંગર પણ બની ગઈ છે.

પ્રિયંકાએ સૈફ અને કરીનાના લગ્ન અંગેના સવાલ પર જણાવ્યુ હતું, ‘કરીના લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહી છે, જે ઘણી સુંદર બાબત છે. મને લાગે છે કે આ જીવનનો સુંદર વળાંક છે. મારી નજરે સૈફ અને કરના બહુ જ સારા કપલ છે. હું તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું.'

નોંધનીય છે કે કરીના અને સૈફના લગ્ન 17મી ઑક્ટોબરે થવાની અટકળો છે, પણ તે બંને તરફથી આ વાતને અત્યાર સુધી સમર્થન મળ્યું નથી. છતાં બૉલીવુડથી લઈ સામાન્ય પ્રશંસકો પણ આ લગ્ન અંગે ઉત્સુક છે.

English summary
Priyanka Chopra is now all readu to get married butr problem is that she is not getting her Mr. Right. Recently her movie Barfi got released and it getting good response over Box office. She is alos looking forward for Saif and Kareena wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X