રોમેન્ટીક લિપ લૉક સાથે પ્રિયંકા-નિકે કર્યુ 2020નુ સ્વાગત, Video વાયરલ
ગયા વર્ષની જેમ વર્ષ 2020માં પણ ચર્ચા થઈ રહી છે પ્રિયંકા ચોપડા-નિક જોનસની. આખુ વર્ષ બંનેનો રોમાન્સ ચર્ચામાં રહ્યો. વળી, વર્ષ 2020ની પહેલી તારીખના સમાચારોમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસે પોતાની જગ્યા બનાવી લીધી છે. ઘણીવાર બંનેના રોમેન્ટીક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

રોમેન્ટીક ફોટા
એક વાર ફરીથી નવા વર્ષે પ્રિયંકા ચોપડા-નિક જોનસના સિઝલિંગ અને રોમેન્ટીક ફોટા ધમાલ મચાવી રહ્યા છે. વર્ષ 2020નુ સ્વાગત કરવા માટે પ્રિયંકા-નિક એક કૉન્સર્ટનો હિસ્સો બન્યા. તમને જણાવી દઈએ કે નિક આ કૉન્સર્ટમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા પણ ત્યાં પહોંચી અને નિક સાથે રોમેન્ટીક લિપ લૉક કરીને નવા વર્ષનુ સ્વાગત કર્યુ.
|
રોમેન્ટીક લિપ લૉક
નિક સાથે તેમના ભાઈઓએ પોતાની પાર્ટનર સાથે લિપ લૉક કર્યુ. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે નિક અને પ્રિયંકાનો રોમાન્સ છવાયેલો છે. આ પહેલા પણ બંને ઘણી વાર એકબીજા સાથે પ્રેમ કરતા જોવા મળી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ રોમેન્ટીક અંદાજમાં પતિ સાથે સોનમ કપૂરે મનાવ્યુ ન્યૂ યર, લિપલૉક Video Viral

કેલિફોર્નિયામાં વેકેશન
કામની દ્રષ્ટિએ જોઈએ તો પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ધ વ્હાકેલિફોર્નિયા ઈટ ટાઈગર ફિલ્મમાં જોવા મળશે. તે આનુ શૂટિંગ કરી ચૂકી છે. હાલમાં તે વેકેશન પર છે અને પોતાના પતિ નિક જોનસ સાથે સમય પસાર કરી રહી છે. પતિ નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાએ વેકેશન માણવા માટે પસંદ કર્યુ.